તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૦૦થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને ગુણવત્તા યુક્ત ન્યુટ્રેશન પોષણ કિટનું વિના મૂલ્યે વિતરણ કરાયું..

  • 6:02 pm March 16, 2023
રિપોર્ટર વસિમ મેમણ

 

આપણે સૌ જાણીએ છે કે હાલ ગુજરાત સરકાર તરફથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પોષણ મળી રહે અને માતાની સાથે બાળક તંદુરસ્ત રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ કામગીરી માટે અનેક સંસ્થાઓ પણ કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહી છે જેના ભાગ રૂપ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ તિલકવાડા અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે તિલકવાડા તાલુકાની અંદાજીત 100થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને વિના મૂલ્યે ન્યુટ્રીશન પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાત સરકાર તરફથી આરોગ્યને લગતી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખાસ કરીને ધાત્રિ અને સગર્ભા માતાઓને યોગ્ય પોષણ મળી રહે અને માતા સાથે બાળક તંદુરસ્ત રહે તે ઉદ્દેશ્ય સાથે વિવિધ યોજનાઓ થકી અનેક લાભો પહોંચાડવામાં આવે છે જેથી માતા અને બાળ બંને સ્વસ્થ રહે અને દેશની પ્રગતિમાં સહભાગી બની શકે આ કામગીરી માટે અનેક સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપતી હોય છે જેના ભાગરૂપ તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફિસ  તિલકવાડા અને અનુપમ મિશનના સંયુક્ત ઉપક્રમે તાલુકાની અંદાજિત 100થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને ઊચ્ચ ગુણવત્તા યુક્ત ન્યુટ્રીશન પોષણ કીટનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું જેથી દરેક સગર્ભા અને ધાત્રી માતા સાથે બાળક તંદુરસ્ત રહે અને દેશને પ્રગતિના પથ પર આગળ વધારવા માટે પોતાનું યોગદાન આપી શકે તે ઉદ્દેશ્ય સાથે ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવી.

તિલકવાડા ખાતે યોજાયેલા આ કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન તિલકવાડા તાલુકા ભાજપા પ્રમુખ, જિલ્લા મહામંત્રી, જિલ્લા પંચાયત સદસ્ય, જિલ્લા મહિલા અને બાળ વિકાસ ચેરમેન, તાલુકા પંચાયત, ઉપ-પ્રમુખ, તાલુકા મહામંત્રી, તાલુકા હેલ્થ ઓફિસર, સાથે તિલકવાડા આરોગ્ય વિભાગના કર્મીઓ તથા તાલુકાની વિવિધ વિસ્તારમાંથી આવેલી ધાત્રી અને સગર્ભા માતાઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.