ભાભરના ATM મશીનમાં પૈસા ઉપાડી આપવાના બહાને નજરચૂક કરી ATM બદલી છેતરપિંડી કરતો એક ઈસમ ઝડપાયો..

  • 6:21 pm March 16, 2023
સુનિલ ગોકલાની, ભાભર

 

બનાસકાંઠા જિલ્લાનાં ભાભર ખાતે એક વ્યક્તિ છેતરપીંડીનો ભોગ બનતા આખરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મળતી માહિતી મુજબ ફરિયાદી ATM કાર્ડ લઇ SBI ATM મશીનમાં પૈસા ઉપાડવા સારૂ ગયેલ તે વખતે આ આરોપીએ ફરિયાદી ની નજર ચૂકવી ATM માંથી પૈસા કાઢી આપવા નું કહી ATM  બદલાવીને છુમંતર થયો હતો. તેમજ Atm કાર્ડ દ્વારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની લાલચમાં આવી ફરીયાદી સાથે આ ઈસમ એ છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

ફરિયાદી અમરતભાઈ ભીખાભાઇ તા.૧૫/૦૩/૨૦૨૩ ના સવારના આશરે અગિયારેક વાગ્યાના સુમારે  ઘરેથી મોટર સાઇકલ લઇ મોતીપુરા ગામે લોકાચાર ગયેલ હતા. અને મોતીપુરાથી નીકળી ભાભર બારમાં આવેલ ઘર માટે સરસામાન લેવા માટે પૈસાની જરૂર હોઇ ભાભર દિયોદર હાઇવે રોડ ઉપર આવેલ ભાભર નવી SBI બેંકના ATM મા આવ્યા હતા. અને  ATM માં આશરે અગિયારેક વાગ્યા નાં સુમારે પૈસા ઉપાડવા ગયેલ તે વખતે ATM રૂમમાં ઘણા બધા માણસો હાજર હોય અને તે વખતે એક કોઇ અજાણ્યો ઇસમ ATM માં આવેલ હતો.અને અમરતભાઈ ને ATM મશીનમાં બેંક ઓફ બરોડાનું ATM કાર્ડ જેનો નંબર 6521515060566563 નાખી પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડેલ નહીં જેથી બાજુમાં ઉભેલ અજાણ્યા ઇસમે ફરીયાદી ને  કહેલ કે તમારૂં ATM મને આપો જેથી હું પૈસા ઉપાડી આપુ જેથી વિશ્વાસ માં આવી ATM કાર્ડ તે ઈસમ ને આપેલ અને આ અજાણ્યા ઇસમે ATM કાર્ડ મશીનમાં નાખી ચેક કરેલ અને કહ્યું કે, ATM મશીનમાં પૈસા નથી જેથી પૈસા નીકળતા નથી તેમ કહી ATM કાર્ડ પાછુ આપેલ અને ફરિયાદી ATM માંથી બહાર નીકળેલ તે વખતે મોન્ટુભાઇ  આવ્યા હતા.

અને ફરીયાદી અમરતભાઈને કહેલ કે,તમારું ATM કાર્ડ બતાવો જે થી અમરત ભાઇએ ATM કાર્ડ તેઓને બતાવેલ અને બંને જણા પાછા ATM કાર્ડ લઇ મશીન રૂમમાં ગયેલ અને ATM કાર્ડથી પૈસા કાઢવાનો ટ્રાય કરતા પૈસા નીકળેલ નહી. જેથી આ ATM કાર્ડ ઉપર જોયેલ તો તે SAMA HUSAIN MAMAD નામનું બેંક ઓફ બરોડા બેંકનુ હોય જેથી આ અજણ્યા ઇસમે ફરીયાદી ની નજર ચુકવી  ATM કાર્ડ બદલી નાખતા ફરિયાદી તરત ત્યાંથી નીકળી બેંક ઓફ બરોડામાં જતા હતા, તે વખતે રસ્તામાં અમરતભાઈનું જે ATM કાર્ડ બદલેલ હતુ તે ઇસમ ઉભો હતો.

જે ફરિયાદી અમરતભાઈએ  આ ઈસમ ને જોતા અમરતભાઈ એ ભાભર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.અને ભાભર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને તે ઇસમને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.પોલીસ સ્ટેશન લાવ્યાં બાદ તે ઈસમ નું નામ ઠામ પુછતા સંજયભાઇ રમેશભાઇ પરમાર રહે. મુડેઠા ભાલાણી પાર્ટી તા. ડીસાવાળો હોવાનુ જણાવ્યુ હતું.   

જેથી આ ઇસમે ફરીયાદી અમરતભાઈ નું ATM કાર્ડ નજર ચુકવી લઇ લેતા ઇસમે અમરતભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી .અને આખરે ફરિયાદ થતાં ઈસમ ની વધુ પૂછ પરછ હાથ ધરી આગળ ની કાયદેસર ની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.