રાધનપુર પોલીસે ચોરીના મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો..

  • 6:30 pm March 16, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મોબાઇલ ચોરીના બનાવ સામે આવ્યા હતા.જેના આધારે પોલીસે ચક્રોગતિમાન કર્યાં હતા.અને મોબાઇલ ચોરી નો ગુનો નોંધાય હોઈ તપાસ નો દોર શરૂ થયો હતો. જે તપાસ આધારે અંતે ચોરી ના મોબાઈલ નો ગુનો કરેલ ઈસમ ને ઝડપી લેવાયો હતો. તપાસના અંતે રાધનપુર પોલીસે મોબાઈલ ચોરીના આરોપીને મોબાઇલ સાથે રાધનપુર ખાતેથી ધરપકડ કરી હતી.

પાટણ જિલ્લા મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સા. વિશાખા ડબરાલ પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક  ડી.ડી.ચૌધરી  રાધનપુર નાઓની સુચના મુજબ જિલ્લામાં તથા પોલીસ સ્ટેશન માં બનતા મોબાઇલ ગુમ/ચોરી બાબતે દાખલ થયેલ E-FIR/FIR અનડીટેક હોઇ જે શોધી કાઢવા સુચના કરેલ હોઇ જેનાં અનુસંધાને પી.કે.પટેલ પોલીસ ઇન્સપેક્ટર રાધનપુર પોલીસ.સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ આવા અનડીટેક ગુનાઓ બાકી ન રહી જાય તે માટે કરેલ સુચના નાં આધારે ટેકનીકલ એનાલીસીસ/ હ્યુમન સ્ત્રોત મેળવી જે આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૭૨૨૦૮૯૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ VIVO Y21 કિમત.રૂ.૧૩૪૯૯/-નો આરોપી કોળી અરજણભાઇ માવાભાઇ ઉમર વર્ષ ૩૪ રહે.રડોસણ તા.વાવ જી.બનાસકાંઠા વાળા પાસેથી કબજે કરી રાધનપુર પોલીસ સ્ટેશન નો ઉપરોક્ત અનડીટેક ગુનો શોધી કાઢી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપી :-

(૧) કોળી અરજણભાઇ માવાભાઇ ઉ.વ.૩૪ રહે.રહે.રડોસણ તા.વાવ જી.બનાસકાંઠા

આમ, રાધનપુર ખાતે થી મોબાઇલ ચોરી નાં ગુનેગાર ને ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા મળી હતી. તેમજ આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી પગલાં લેવા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.