ઝાલોદ તાલુકાના થેરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો..

  • 6:46 pm March 16, 2023
પંકજ પંડિત

 

પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ઝાલોદ તાલુકાના થેરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાધેલાના અધ્યક્ષતામાં પેશન્ટ પ્રોવાઇડર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૩ ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા અને ૩૪ ટ્રીટમેન્ટ સપોર્ટર હાજર રહેલ હતા.

આ મીટિંગમા ટીબીના લક્ષણો વિશે, દર્દીઓને દવા નિયમિત લેવાની, દવાની આડ અસરો વિશે અને યોગાસન પ્રાણાયામ વિશે સંપૂર્ણ માહિતી પણ દર્દીઓને આપવામાં આવી હતી તેમજ  નિક્ષય મિત્ર બની કુલ ૪૩ દર્દીને દત્તક લઈ પોષણ કીટ આપવામાં આવી હતી.

આ મીટિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ, પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફિસર, ગ્રામ પંચાયત થેરકાના સરપંચ, ગ્રામ પંચાયત વાગેલાના સરપંચ, તાલુકા સભ્ય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર, મહિલા મોરચાના મહામંત્રી, ટીબી સુપરવાઈઝર, ટીબી ચેમ્પિયન, આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર થેરકા અને આરોગ્ય કેન્દ્રનો તમામ cho, mphw, fhw , આશાવર્કર બેનો સ્ટાફ હાજર રહેલ હતા.