રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ નિબંધ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો..

  • 6:51 pm March 16, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત રાધનપુર તાલુકા હેલ્થ કચેરી અને સાંથલી આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રાધનપુર તાલુકાની જાવંત્રી પ્રાથમિક શાળા ખાતે જનજાગૃતિ કાર્યક્રમ અંતરગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમાં જાવંત્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો દ્વારા તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી અને જાવંત્રી પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ નિબંધ સ્પર્ધામાં એક થી દસ નંબર આવનાર વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને વોટર બેગનું વિતરણ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા જાવંત્રી પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ Mphs પરેશભાઈ રાઠોડ, CHO અનિકેતભાઈ, MPHW સુનિલભાઈ ચૌધરી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.