સુરતમાં અલથાણ કેશવ હાઇટ્સના પાંચ મકાનોમાં લાગી ભીષણ આગ..

  • 7:22 pm March 16, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

સુરતમાં અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વરમ કેશવ હાઇટ્સમાં ગતમોડી રાત્રે એક બંધ ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. એક ફ્લેટમાં લાગેલી આગને કારણે જોત જોતામાં અન્ય ચાર ફ્લેટ આગની ઝપેટમાં આવી ગયા હતા.

ફ્લેટ ધારકો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ ફાયર સેફટીના સાધનો બંધ હોવાથી આગ પર કાબુ મેળવી શક્યા ન હતા અને આગ વિકરાળ બની ગઈ હતી. જેથી રહીશો દ્વારા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 11 જેટલી ફાયરની ગાડીઓ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. જે બાદ ફાયરવિભાગ દ્વારા 35થી વધુ લોકોને રેસક્યુ કર્યા હતા. તો બીજી તરફ બંધ ફ્લેટમાં લાગેલી આગ બાદ સોસાયટીના રહીશોમાં બિલ્ડર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.