ભરૂચના સાબુગઢ નજીકના રાજીવ આવાસ યોજનામાં 19 કરોડનું સુરસુરીયું; કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષીઓનો આક્ષેપ..

  • 7:44 pm March 16, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

 

આવાસોના મકાન ખાલી કરી લોકો ઝૂંપડામાં રહેવા મજબૂર.. દિવાલ સાઈઝના બ્લોક બનાવી ઉભા કરાયેલા આવાસો બિન ઉપયોગી..

ભરૂચ નગરપાલિકાનો એક પણ નગર સેવક એક રાતવાસો આવાસના મકાનમાં કરી આપે : લાભાર્થીઓનો હુંકાર

ભરૂચમાં સ્લમવિસ્તારને નાબૂદ કરવા માટે રાજીવ આવાસ યોજના આજથી 10 વર્ષ પહેલાં ઉભી કરવામાં આવી હતી પરંતુ તે રાજીવ આવાસ યોજના નિષ્ફળ રહ્યું હોય અને આવાસ યોજનાના મકાનો બિન ઉપયોગી બની ગયા હોય તેવા આક્ષેપ સાથે તમામ આવાસોના મકાનોમાં મળ મૂત્ર ભરેલા હોય જેના કારણે લાભાર્થીઓએ પરત પોતાના ઝૂંપડામાં રહેવા જવાની ફરજ પડી રહી છે ત્યારે કરોડો રૂપિયાનું સુરસુરિયું થયું હોવાનો આક્ષેપ પણ વિપક્ષીઓ કરી રહ્યા છે

ભરૂચ નગરપાલિકાના અનેક ભ્રષ્ટાચારો દિવસ અને દિવસે સામે આવી રહ્યા છે પરંતુ ભ્રષ્ટાચારીઓ પણ ભ્રષ્ટાચાર કરવા માટે ડકાર લેતા નથી.. તેવામાં 2013માં શ્રમ વિસ્તારમાં રહેતા લોકોને પાક્કા મકાનમાં લાવવા માટેના પ્રયાસોના ભાગરૂપે રાજીવ આવાસ યોજના મૂકવામાં આવી હતી જેમાં ભરૂચના શક્તિનાથ નજીકના જેબી મોદી પાર્ક પાસે સાબુગઢ પાસેની ખુલ્લી જગ્યા ઉપર યોજના મૂકવામાં આવી હતી અને 19 કરોડના ખર્ચે 11 બ્લોક ઉભા કરવામાં આવ્યા હતા. પરંતુ હજુ પણ ઘણા બ્લોકો બનાવવાના બાકી છે પરંતુ આ સમગ્ર યોજના સદંતર નિષ્ફળ ગઈ હોય જેને લઇ કોન્ટ્રાક્ટ અને હાલ તો 14 કરોડ ચુકવી દેવાયા છે પરંતુ આ એક પણ મકાન રહેવા લાયક ન હોવાના આક્ષેપો લાભાર્થીઓ કર્યા હશે સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને ઝૂંપડામાંથી નળકાગાર જેવા આવાસના મકાનોમાં રહેવા મજબૂર કરતા લાભાર્થીઓ પણ હવે રોસે ભરાયા છે અને અધિકારીઓને ગાળો ભાંડી રહ્યા છે એટલું જ નહીં આવાસ ના મકાનો મનુષ્યના રહેવા માટે નહીં પરંતુ ડુક્કરો ભૂંડ ભરવા માટે ઉપયોગમાં લેવાય છે આવાસોના મકાનો ગેરકાનીઓની પ્રવૃત્તિ કરવામાં ઉપયોગમાં લેવાય રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે એટલું જ નહીં આવાસના મકાનો માં ઉપર રહેલા મકાનોના મળ મૂત્ર પણ લોકોના મકાનોમાં ગળી રહ્યા છે જેના કારણે બ્લોકથી બનાવેલા મકાનો બિન ઉપયોગી બની ગયા છે અને સરકારના 14 કરોડ રૂપિયા પાણીમાં ગયા હોય તેવા આક્ષેપો થયા છે

રાજીવ આવાસ યોજના નિષ્ફળ ગઈ પરંતુ સાથે સાથે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ થયો હોવાનો આક્ષેપ વિપક્ષો કરી રહ્યા છે અને આગામી દિવસોની નગરપાલિકાની બોર્ડમાં સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવવામાં આવશે તેમ કહ્યું હતું અને રાજીવ આવાસ ના મકાનો ઉપયોગમાં લેવા લાયક નથી ગંદકીના સામ્રાજ્ય છે કેટલાય બ્લોક તો આખા નમી ગયા છે અને ગમે ત્યારે ધસી પડે સેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે જ આવાસોના મકાનોમાં ગટરના મળમૂત્ર ભરેલા હોય જેના કારણે મચ્છરોના ઉપદ્રવથી જેટલા લાભાર્થીઓ રહે છે તેઓ પણ ગંભીર રોગચાળામાં સપડાયા હોય તેવા આક્ષેપો પણ કરી દીધા છ

રાજીવ આવાસ યોજનાના મકાનો લાભાર્થીઓને અપાઈ ગયા છે પરંતુ કેટલાક લાભાર્થીઓએ 70 હજાર રૂપિયા ચૂકવવા પડે એના માટે રહેવા નથી આવતા તેવા આક્ષેપ નગરપાલિકાના પ્રમુખે કર્યા છે પરંતુ શું ભરૂચ નગરપાલિકાના પ્રમુખે પોતાની કેબિનની ખુરશી છોડી આવાસના મકાનોની મુલાકાત કરી છે ખરી તેવા પ્રશ્નો ઊભા કરી દીધા છે લાભાર્થીઓ જે રહેતા હતા તે પણ હવે ફરી ઝૂંપડામાં રહેવા ગયા છે તેની નોંધ પાલિકા પ્રમુખે લીધી છે ખરી આવા અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે આવાસોના નામે કરોડો રૂપિયાનું આંધણ થઈ ગયું છે તે વાત નિશ્ચિત છે

આવાસના મકાનો રહેવા લાયક નથી તેવા આક્ષેપ સામાજિક કાર્યકરે કર્યા છે અને તેણે પોતે પણ એવું કહ્યું છે કે નગરપાલિકા નો એક પણ નગરસેવક આવાસના મકાનમાં એક રાતવાસો કરીને બતાવે તો હું જાહેર જીવન છોડી દઈશ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા વિપક્ષીઓએ ખરેખર રાજીવ આવાસ યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયો છે તે મુદ્દે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ લાભાર્થીઓ અને ગરીબોના નામે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્ષેપ સેજલ દેસાઈ કરી નાખ્યો છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે રાજીવ આવાસ યોજનાના નામે કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે અને તમામ આવાસો બિન ઉપયોગી બની ગયા છે આવાસોની કેટલીક બિલ્ડીંગો એક તરફ નમી પણ ગઈ છે અને ગમે ત્યારે ધસી પડે તેવો ભય પણ ઉભો થયો છે ત્યારે આવાસોના મકાનમાં રહેતા લોકોએ પુનઃ પોતાના કાચા ઝુંપડાઓમાં રહેવા મજબૂર થયા છે તે વાત નિશ્ચિત છે

રાજીવ આવાસ યોજનાનું સુરસુરીયું ગાંધીનગર પહોંચ્યું..?

ભરૂચમાં અધિકારીઓ પદાધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે લાભાર્થીઓએ નળકાગારની સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે જેના પગલે રાજીવ આવાસ યોજનામાં 14 કરોડ પાણીમાં ગયા અને હજુ પાંચ કરોડ જાય તે પહેલા જ સમગ્ર મામલો ગાંધીનગર પહોંચી ગયો છે અને રાજીવ આવાસ યોજનાનું સુરસુરિયું થઈ ગયું છે ત્યારે કોન્ટ્રાક્ટરે બનાવેલા આવાસો રહેવા લાયક છે કે કેમ તેનું નિરીક્ષણ કરવું જોઈએ તેના માટે તપાસ સમિતિ મૂકવી જોઈએ કારણ કે આ આવાસોના મકાનોમાં ડ્રેનેજ લાઈનના પ્રદૂષિત પાણીના કારણે મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ઉભો થઈ ગયો છે

લાભાર્થીઓએ સીટી એન્જિનિયરને જાહેરમાં જ ગાળો ભાંડી..?

રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઓએ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા અને ગાળો ભાંડી સીટી એન્જિનિયરના નામથી ગાળો ભણતા ભ્રષ્ટાચારના આક્ષેપો ફલિત થઈ રહ્યા છે લાભાર્થીઓને સોના જેવા મકાનમાંથી કાઢી નળકાગાર આવાસના મકાનોમાં ઘાલીને લાભાર્થીઓને દેવાદાર બનાવી દીધા હોય તેવા આક્ષેપો કર્યા છે અને રાજીવ આવાસ યોજના તે લાભાર્થીઓ માટે નહીં પરંતુ ભ્રષ્ટાચારીઓ માટે કમાવાનું સાધન બની ગયું હોવાનું પણ આક્ષેપ કરી દીધો છે

રાજીવ આવાસ યોજનાની એકવાર મુલાકાત જિલ્લા કલેકટર એસડીએમ અથવા તો નગરપાલિકાના નગરસેવકો કરે..?

લાભાર્થીઓને દેવાદાર બનાવનારા નગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓ રાજીવ આવાસ યોજનાના મકાનો રહેવા લાયક છે ખરા..? તેના માટે નગરપાલિકાનું એક નગર સેવક ખાલી એક દિવસની એક રાતનો વસવાટ કરે અને જો તેઓ એક દિવસ રહી શકતા હોય તો અમે કાયમ માટે અહીંયા રહેવા તૈયાર છે તેઓ લાભાર્થીઓએ પણ આક્ષેપ કર્યો છે જિલ્લા કલેકટર હોય કે એસડીએમ હોય તેમણે પણ રાજીવ આવાસ યોજનાની સ્થળ નિરીક્ષણ કરવાની જરૂર છે કારણ કે આ મકાન લાભાર્થીઓ માટે રહેવા લાયક નથી જેના કારણે ભૂંડ ભરવા માટે ઉપયોગમાં લેવાય રહ્યા છે.