ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાયો..

  • 8:05 pm March 16, 2023

 

છોટાઉદેપુર ઝોઝપોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની જેની કિં.રૂ.૫૧,૦૯૬/- તથા ડીલક્ષ મોટર સાયકલ જેની કિં.રૂ.૩૦,૦૦૦/- તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિં.રૂ. ૪૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮૫,૦૯૬/- મુદા માલ સહિત એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. બે આરોપી પૈકી એક આરોપીને વોન્ટેડ જાહેર આયો કરાયો.ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મેળવી બાતમી હકિકતના આધારે ધોળીસામેલ ગામે બસ સ્ટેન્ડથી થોડે દુર કુંડલ જવાના રોડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂના બીયર તથા પ્લાસ્ટીકના કવાટરીયાના પુઠ્ઠાના બોક્સ નંગ-૧૪ જેમા કુલ બોટલ નંગ-૨૬૪ ની કુલ કિં.રૂ.૫૧,૦૯૬/- તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ હીરો કંપનીની ડીલક્ષ મોટર સાયકલ રજી.નંબર-GJ-17-AR-6511 નો છે તેની કિં.રૂ.૩૦,૦૦૦/- તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧ જેની કિં.રૂ.૪૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા; ૮૫,૦૯૬/-ના ગેરકાયદેશરના મુદ્દામાલને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ..