સંખેડા તાલુકાના ખૂનવાડ ગામે બારીયા ફળીયામાં ગટર બનવવાના નામે આઠ લાખ રૂપિયાની સગેવગે કરતાં ગ્રામ જનોમાં રોષ..

  • 8:07 pm March 16, 2023

 

 

ભ્રષ્ટાચારની કલગીથી ઓળખાતી ખૂંવાડ જૂથ ગ્રામ પંચાયતમાં થતા ભ્રષ્ટાચાર અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ કેમ પ્રેક્ષક બની તમાશો જોવે છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખૂંવાડ જૂથ ગ્રામ પંચાયતના તાબામાં આવેલ બારીયા ફળીયામાં છેલ્લા પાંચ વર્ષથી ગ્રામજનોને ગટરના પાણીથી પડતી મુશ્કેલી અંગે પંચાયત સહીત જિલ્લાના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી પરંતુ સરવાળે મીંડું આવ્યુ. જ્યારે ગ્રામજનોએ તપાસ કરાવતા આ ગટર બે વખત મંજુર થઇ ગઈ છે જેના નાણાં પંચાયતે બે વખત ઉપાડી દીધા છે પરંતુ ગટર અત્યાર સુધી બનેલ નથી અને ગટરનું ગંદુ પાણી પવિત્ર ધામ મંદિરના આગળથી પસાર થાય છે જ્યારે આ અંગે સરકારી બાબુ સંખેડા તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોન પૂછતાં તેઓ પણ પંચાયતની ફેવર કરતાં જોવા મળ્યા હતા. જયારે ખૂંવાડા ગ્રામ પંચાયત સરપંચના સંતાને ટેલિફોન જણાવ્યું હતું કે, ગટર બનવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ બે જૂથ વચ્ચે મારકૂટ થતા કામ બંધ કરાવ્યું હતું. પરંતુ બે જૂથમારામારી થી ગ્રામ પંચાયતના આઠ લાખના નાણાં વાપરવા તે કેટલું વ્યાજબી છે સરકારી તંત્ર આ બાબતે તપાસ કરે તે જરૂરી બન્યું છે.