આહવાના સંમશાન ભૂમિ પાસે અજાણ્યા યુવાનની દટાયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..

  • 8:13 pm March 16, 2023

 

આહવા નગરના આહવા વઘઈ રોડ પર આવેલી સ્મશાન ભૂમિ નજીક માટી અને પાંદડામાં દટાયેલી હાલતમાં યુવાનની ડીકમ્પોઝ થયેલી લાશ મળી આવતા ચકચારી મચી જવા પામી હતી.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા નગરના આહવાથી વઘઈ રોડ પર આવેલી સ્મશાન ભૂમિ નજીક જંગલમાં બપોરે કોઈક અજાણ્યા યુવાનની લાશ પાંદડા અને માટીમાં દટાયેલી હાલતમાં દેખાતા સામાજિક કાર્યકર જાકીરભાઇ ઝણકારએ બનાવની જાણ આહવા પોલીસને કરતા આહવા પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ પીએમ માટે આહવાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મૃતક ઈસમની ઉંમર આશરે 20 થી 25 વર્ષ શરીરે પાતળો બાંધો ઊંચાઈ ચાર ફૂટ પાંચ ઇંચ શરીરે આશા ગુલાબી રંગનો ટૂંકો ચડ્ડો પીળા ભૂરા રંગની ટૂંકીબાઈની ડિઝાઇન વાળી ટીશર્ટ પહેરેલ છે વાલીવારસો  એ આહવા પોલીસનો સંપર્ક સાંધવા જણાવ્યું છે જંગલમાંથી ડી કમ્પોઝ થયેલી યુવાનની લાશ મળવાની વાત આહવા પંથકમાં વાયુવગે ફેલાતા ભારે ચકચારી મચી જવા પામી હતી.