ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગતરોજ મોડી રાત્રે ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો..

  • 8:22 pm March 16, 2023
સુશીલ પવાર, ડાંગ

 

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં વાવાઝોડાએ ધાર્મિક કાર્યક્રમનો મંડપ ઉડાડતા ભાવિક ભક્તો સહિત આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો...

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે કમોસમી માવઠાએ તાંડવ રચતા ડાંગી ખેડૂતોને જંગી નુકસાન થયુ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગતરોજ મોડી રાત્રે આશરે 3 થી 4 વાગ્યાનાં અરસામાં ભારે ગાજવીજ અને પવનનાં સૂસવાટા  સાથે કમોસમી વરસાદી પડતા જનજીવનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલે પવનનાં સુસવાટા સાથે તાંડવ રચતા અહી જગદગુરૂ નરેંદ્રાચાર્યજી મહારાજનાં ધાર્મિક કાર્યક્રમ માટે ભક્તો દ્વારા બાંધેલો મંડપ ઉડાડી દેતા આયોજકો સહિત ભક્તોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લામાં સતત ચોથા દિવસે પણ ડાંગી ખેડૂતોનાં શાકભાજી સહિત ફળફળાદી જેવા પાકોને જંગી નુકસાન થયુ હતુ.