વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. ટીમે વાહન ચોરી લૂંટના ત્રણ ઈસમોને દબોચ્યા..

  • 8:34 pm March 16, 2023
રિપોર્ટ :મુકેશ અઠોરા

 

 

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિત અનુસાર એલ.સી.બી.ની. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કરજણ થી પાદરા તરફ જતા રોડ પર જે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર જે ઈસમો અર્ટિગા ગાડીમાં પેસેન્જર બની બેસી લૂંટ કરતા ત્રણ ઈસમો જવાના હોવાની બાતમી અનુસાર વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. ની. ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  એલ.સી.બી. ટીમના (૧) અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઈ બ. નં.૧૨૦૩ (૨) અ.પો.કો. હર્ષકુમાર સનાતનભાઇ બનં. ૩૨૮ નાઓને સંયુકતપણે ચોકકસ બાતમી ના આધારે એલ.સી.બી. ટીમ કરજણ પો.સ્ટે.ની હદના પીંગલવાડા ગામની સીમમાં કરજણ થી પાદરા જવાના રોડ ઉપર પીંગલવાડા ગામના પાટીયા પાસે વાહન ચેકીંગની કામગીરી દરમિયાન એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની અર્ટીગા ગાડી આવતા તેને ઉભી રખાવી ગાડીમાં ત્રણ ઇસમો બેસેલ હોય જેઓના નામ ઠામ પૂછતાં જણાવેલ  (૧) રાહુલભાઇ ઉર્ફે કિંશુ પ્રભાતભાઇ વસાવા હાલ રહે- કારવણ ઇન્દીરા કોલોની તા. ડભોઇ જી. વડોદરા મુળ રહે, કુંભેશ્વર ગામ નવીનગરી રાજપીપળા નર્મદા.(૨) ચીરાગકુમાર મહેશભાઇ પટેલ રહે- ભાચલાકુઇ પટેલ ફળીયુ તા. કપડવંજ જી. ખેડા (૩) માહીર ઝફરમીયા મલેક રહે- મોહમંદઅલી ચોક મોટા મલેકવાડા કપડવંજ તા. કપડવંજ જી. ખેડા ઉપરોકત પકડાયેલ ત્રણેવ ઇસમોને તેઓની કબ્જાની અર્ટિગા ગાડીની માલીકી તેમજ નંબર પ્લેટ બાબતે પુછતા તેઓએ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ અને કોઇ સંતોષકારક જવાબ નહી આપતા ઇ-ગુજકોપ પોકેટકોપ મોબાઇલ એપથી અર્ટીગા ગાડીના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારેશંકા જતા ત્રણે ઈસમોની અટકાયત કરી વધુ પૂછ પરછ કરી તપાસ કરતા ગાડીનો રજી. નંબર GJ-38-BB-5719 તથા માલીક કેવલ કીરીટભાઇ મકવાણા રહે, ધોલેશ્વર પ્લોટ, ધોલેશ્વર મંદીર થાનગઢ જી. સુરેન્દ્રનગરનો હોવાનું જણાઇ આવતા ત્રણેય ઇસમોને વિશ્વાસમાં લઇ યુકતિ-પ્રયુકતિથી પુછપરછ કરતા પકડાયેલ ત્રણેય ઇસમો પૈકી રાહુલભાઇ ઉર્ફે કિશું પ્રભાતભાઇ વસાવા નાએ જણાવેલ કે, અર્ટિગા ગાડી ગત તા.૧૧-૧૨/૦૩/૨૦૧૩ ની રાત્રીના નડિયાદ એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી પાસેથી અર્ટીગા ગાડીમાં પેસેન્જર તરીકે બેસી ગયેલા અને ત્યારબાદ ગાડીવાળાને આણંદ જવાનુ હોય જેથી આણંદ એક્સપ્રેસ હાઇવેના એક્ઝીટ વાળા રસ્તે ઉભી રાખી ઉતારતો હતો, તે વખતે મરચાની ભુકી આ કાર ચાલકની આંખમાં નાખી દીધેલ અને તેને વચ્ચેની શીટ ઉપર બેસાડી અર્ટીગા ગાડીને વડોદરા તરફ આવેલા અને વડોદરા ટોલનાકા પહેલા આ કાર ચાલકને નીચે અંધારામાં ઉતારી દીધેલ અને તેની પાસેનો મોબાઇલ ફોન લઇ લીધેલો અને ત્રણેય જણા અર્ટીગા કાર લઇ એક્સપ્રેસ હાઇવેના ટોલટેક્ષ પસાર કરી હાઇવે થઇ સુરત પહેલા કીમ ચોકડી પાસે અર્ટીગા ગાડીની આગળ પાછળની નંબર પ્લેટ કાઢી નાખી દિધેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓની હાલ અટકાયત કરી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.