સાબરકાંઠામાં ત્રિપલ મર્ડરની ઘટના: ઘરે આવેલ મહેમાને અડધી રાત્રીએ ઉઠીને પાંચ વર્ષના બાળક અને તેના પીતા પર બોથડ પદાર્થથી હુમલો કર્યો..

  • 4:40 pm March 17, 2023
રિપોર્ટર- જાકીર મેમણ‌‌‌

 

- પ્રતિકારાત્મક તસવીર

સાબરકાંઠા જીલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા પોશીના અજાવાસ ગામે ગત મોડીરાત્રીએ ત્રિપલ મર્ડરની ઘટના બની છે જેમાં મરનાર મા ઘરે આવેલ મહેમાને અડધી રાત્રીએ અચાનક ઉઠી જઈને પાંચ વર્ષના બાળક અને તેના પીતા પર બોથડ પદાર્થ જેવા હથિયારથી માર મારતા મોત થયુ હતુ તો મરનારની માતાએ બૂમા-બૂમ કરતા આસપાસમાં રહેતા ભાઈઓ આવી જઈને હુમલો કરનારને માર માર્યો હતો જેમાં હુમલાખોરનુ પણ મોત થયુ હતુ આ સમગ્ર મામલે ગામમાં ચકચાર મચી ગઈ છે તો ઘટનાની જાણ થતા એસ પી સહિત એસ સી બી, એસઓજી, ઈડર ડી વાય એસ પી, સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી એકત્રિત કરી ફરિયાદ નોધવાની કાર્યવાહી કરી રહ્યુ છે ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પારિવારિક ઝઘડાને કારણે ઘટના બની હોય તેવુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ છે.