ઝાલોદ રામસાગર પર મહિલાઓનો દશામાં પૂજન કરવાં વહેલી સવારથી ઘસારો..

  • 4:52 pm March 17, 2023
પંકજ પંડિત

 

 

ઝાલોદ રામસાગર તળાવ ખાતે અડધી રાત્રિથી મહિલાઓ દશામાંની વ્રત, પૂજા કરવા અહીં આવતી હોય છે. અડધી રાત્રિથી આવતી મહિલાઓ બાદ આખાં દિવસ દરમ્યાન રામસાગર તળાવ ખાતે મહિલાઓ પૂજા કરવા આવતી જોવા મળે છે. 

હોળી પછી આવતી દશમને દશામાંની દશમ તરીકે મહિલાઓ માનતી હોય છે. જેથી હોળી પછીની દશમ એટલે કે આજ રોજ તારીખ 17-03-2023 શુક્રવારના રોજ મહિલાઓ સોળ શણગાર કરી નગરના રામસાગર તળાવ પર આવે છે અહીં આવી મહિલાઓ પીપળાની પૂજા કરે છે તેમજ સૂતરના દોરા સાથે પીપળાની ફેરી ફરે છે ત્યારબાદ મહિલાઓ પૂજા કરી બાર મહિનાની પૂજા પેટે દશામાંનો દોરો લે છે અને દશામાંની કથા સાંભળે છે. મહિલાઓ દશામાંની પૂજા કરતા પરિવારના સહુ સભ્યોના સારા આરોગ્ય સુખાકારી તેમજ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.