ભર ઉનાળે અષાઢ જેવો માહોલ: રાણપુર પંથકમાં ભારે પવન સાથે પડેલા ભારે વરસાદને કારણે ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન..

  • 4:58 pm March 17, 2023
તસવીરઃવિપુલ લુહાર

 

હવામાન વિભાગ દ્વારા 4 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી આપવામાં હતી તે પ્રમાણે બોટાદ જીલ્લાના રાણપુર શહેર સહીત પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા ખેડુતોને હાથમાં આવેલો કોળીયો ઝુટવાય ગયો છે. રાણપુર પંથકમાં ભારે પવન સાથે પડેલા ભારે વરસાદને કારણે ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાનની ભોગવવાનો વારો આવ્યો છે. તૈયાર થયેલ વળીયાળી, ઘઉં, જીરૂ જેવા ઉભા પાક ભારે પવન અને વરસાદને કારણે જમીન દોસ્ત થઈ ગયા છે જેના કારણે ખેડુતોના તૈયાર થયેલ પાકને નુકશાન થતા ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે સરકારી તંત્ર રાણપુર પંથકમાં થયેલ નુકશાનીનો સર્વે કરી ખેડુતોને તાત્કાલિક સહાય આપે એવી ખેડુતોએ સરકાર પાસે માંગણી કરી છે.

100 વીઘામાં તૈયાર થયેલી વરીયાળી પવન અને વરસાદ ને કારણે જમીન દોસ્ત થઈ ગઈ, સદરૂદીનભાઈ નરશીદાણી, ખેડુત આગેવાન-રાણપુર

રાણપુર તાલુકાના ખેડુત આગેવાન અને ગૃપ સેવા સહકારી મંડળીના ચેરમેન સદરૂદીનભાઈ નરશીદાણી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે રાણપુર શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં ભારે પવન સાથે વરસાદ થતા ખેડુતોને ઉભા પાકને ભારે નુકશાન થયુ છે ખાસ કરીને વરીયાળીને વધુ નુકશાન થયુ છે મારે જ 100 વીધા જમીનમાં તૈયાર થયેલ વરીયાળીને મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. સાથોસાથ ખેડુતો ને જીરૂ, ઘઉંને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે સરકાર તાત્કાલિક સર્વે કરી નુકશાનની સહાય આપે જેથી ખેડુતોને રાહત થાય.