માનવ સેવા ગ્રુપ રાધનપુર તરફથી પક્ષિઘર તથા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું..

  • 4:59 pm March 17, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે માનવસેવા ગ્રુપ રાધનપુર દ્વારા ચકલી ધર તથા પાણીનાં કુંડાનુ ફ્રીમા વિતરણ કરવામાં આવ્યુ હતું. સેવાકીય ગ્રુપ સાથે સંકળાયેલા મિત્ર વર્તુળ તરફથી આ એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સમસ્ત રાધનપુર વિસ્તાર તેમજ આવતા જતાં ગ્રામ્ય વિસ્તારોનાં લોકોને માનવ સેવા ગ્રુપ તરફ થી ફ્રીમાં પક્ષીઘર અને પાણીનાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાધનપુર ખાતે આવેલ જલારામ લોજની બાજુમાં ભાભર ત્રણ રસ્તા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવતા જતાં લોકોને આ ગ્રુપ દ્વારા ફ્રીમાં પક્ષિઘર અને પાણીના કુંડા આપવાનું કામ શરૂ કર્યું છે.

મહત્વનું છે કે હાલ ઉનાળાની સીઝન શરૂઆત થતાં પક્ષીઓને પાણી મળી રહે અને રહેવાની જગ્યા મળી રહે એવા સેવાકીય હેતુથી આ ગ્રુપ દ્વારા આજરોજ આયોજન કરી પક્ષી ઘર પાણી કુંડા આમ આ બંને વસ્તુઓનું માનવ સેવા ગ્રુપ તરફથી ફ્રીમાં વિતરણ કરાય રહ્યું છે. જેના સહભાગી અને સલાહકાર તરીકે પ્રજાપતિ ભરતભાઈ, પ્રજાપતિ કલ્પેશભાઈ, પ્રજાપતિ પ્રકાશ ભાઈ, સાધુ હરેશભાઈ, ઠાકોર અજય ભાઈ તેમજ માનવ સેવા ગ્રુપનાં અન્ય મેમ્બરો દ્રારા માનવ સેવા ગ્રુપ દ્વારા રાધનપુરમાં પક્ષીઓ માટે પાણીનાં કુંડા અને માળાઓ પક્ષિઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવા સાથે સંકળાયેલા આ ગ્રુપ એ આગાઉ પણ સારા એવા પ્રજાલક્ષી તેમજ અબોલ પશુઓ પક્ષીઓ માટે સેવાકીય પ્રવૃતિઓ કરતા આવ્યા છે. ત્યારે આજરોજ આ ગ્રુપ તરફથી રાધનપુર ખાતે પક્ષી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.