રાધનપુર-ભાભર હાઇવે પર આવેલ નંદી ગૌશાળા પાસે બ્રેઝા ગાડીને લાગી આગ; ગાડી ચાલકનો આબાદ બચાવ..

  • 5:03 pm March 17, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે એક ઘટના આવી સામે જેમાં રાધનપુર ભાભર હાઇવે ઉપર આવેલ નંદી ગૌશાળા નજીક બ્રેઝા ગાડીને આગ લાગી હતી. જે આગ લાગતા બેઘડી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો તેમજ સ્થાનિક લોકો અને અવર જવર કરતા લોકોનાં ટોળે ટોળા એકઠા થયા હતા. મહત્વનું છે કે આગ લાગવાનું કારણ હજુ અંકબંધ જોવા મળી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર રાધનપુર ભાભર હાઇવે ઉપર આવેલ નંદી ગૌશાળા પાસે બ્રેઝા ગાડીને આગ લાગી હતી. જેમાં આગ લાગવાની ઘટનામાં હાલતો ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો. તો આગ લાગવાની ઘટનાને લઇને અવર જવર કરતા લોકોનાં ટોળે ટોળા એકઠા થયા હતા તેમજ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મહત્વનું છે કે આગ લાગવાની ઘટનાને લઇને રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આવ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તેમજ સમગ્ર ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

આમ, આગ લાગવાની ઘટનાને લઇને હાલતો ગાડી ચાલકનો આબાદ બચાવ થયો છે તો આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. જેને લઇને રાધનપુર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.