અમને પાણી આપો: રાધનપુરનાં નાનપુરા ગામ ખાતે સિંચાઇનું અને પીવાના પાણી ન મળતા ખેડૂતોએ અર્ધનગ્ન થઈ સૂત્રોચ્ચાર કર્યા..

  • 5:09 pm March 17, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યા ઊભી થવા પામી છે. હાલ રાધનપુર તાલુકાનાં અનેક એવા ગામો છે કે જ્યાં પીવાનું પાણી નથી મળી રહ્યા ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ રાધનપુર તાલુકાના પંથકના ગ્રામ વિસ્તારમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. ત્યારે રાધનપુર માંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી પીવા અને ખેડૂતોને પિયત માટે ઉપયોગ કરવામાં આવી રહી છે. પરંતુ રાધનપુર બ્રાન્ચની નર્મદા કેનાલ છેલ્લા દોઢ મહિનાથી બંધ કરવામાં આવી છે ત્યારથી પીવાના પાણીની તકલીફ પડી રહી છે. જેના કારણે ધરવડી નાનાંપુરા મઘાપુરા શાહપુર સહિતના ગામમાં છેલ્લા દોઠ મહીનાથી પાણીની સમસ્યા વિકટ બની છે. જેથી તાત્કાલીક અસરથી પિયત માટે અને પિવાના પાણીની સમસ્યા દૂર કરવા નર્મદાના અધિકારી ઓને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર મૌન સેવી રહેવું છે. જેને લઈ નાનાપુરા ગામના ખેડૂતોએ અર્ધનગ્ન થઈ કેનાલમાં ઉતરી નર્મદાના અધિકારી વિરોધ સૂત્રોચ્ચાર કરી પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા.

નાનાપુરાના આખા ગામમાં પાણી મળી શકતું નથી જેથી ગામમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવા પામી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ધારાસભ્યને પણ રજૂઆત કરી છે. છેલ્લા દોઠ મહીનાથી ગામની પાસેથી પસાર થતી કેનાલમાં પાણી ના હોવાના કારણે પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે પશુપાલકોએ જણાવ્યું હતું કે, પશુધન પાણી માટે દુરદુર ખાલીખમ ભાસતા અવાડામાં પણ ટીપુંય પાણી ન હોવાથી તરસી રહ્યા છે.