ડાંગનાં શામગહાન ગામનાં ખેતરમાંથી દીપડીનું બચ્ચુ મળી આવતા વન વિભાગની ટીમે કબ્જો લઈ વધુ તજવીજ હાથ ધરી..
- 6:26 pm March 17, 2023
સુશીલ પવાર, ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ શામગહાન ચૌહાણ ફળીયામાં રહેતા નિવૃત આર.એફ.ઓ નામદેવભાઈ નાનાભાઈ ગવળીનાં ખેતરમાં આજરોજ દીપડીનું એકલુ બચ્ચુ ટહેલતા જોવા મળ્યુ હતુ. જેથી નિવૃત આર.એફ.ઓનાં પૌત્ર પ્રતિક નરેશભાઈ ગવળીએ આ દીપડીનાં બચ્ચા અંગેની જાણ શામગહાન રેંજમાં કરતા શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછી સહિત વનકર્મીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સ્થળ પરથી આ દીપડીનાં બચ્ચાનો કબ્જો લઈ માતા દીપડીની શોધખોળ આરંભી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.