ઝાલોદ તાલુકાના લીમડી પો.સ્ટે. વિસ્તારમા દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી દાહોદ ક્રાઇમ બ્રાન્ચ..

  • 6:35 pm March 17, 2023
પંકજ પંડિત

 

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ ઝાલોદ ડીવી. પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે એમ.પીના વઠ્ઠા ગામેથી ચાકલીયા થઇ લીમડી તરફ એક ચેવરોલેટ કંપનીની સફેદ રંગની ટાવેરા ગાડી GJ-01-K.D.9513 માં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારુ ભરી આવનારની હકીકત આધારે એલ.સી.બીની ટીમે દ્વારા વોચ ગોઠવી વિદેશી દારૂ ભરી ટાવેરા સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. એલ.સી.બી પોલિસને બે આરોપી સાથે 1,68,000 નો વિદેશી દારૂ સાથે ટાવેરા ગાડી મળી ટોટલ 4,68,000 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

આમ, લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણીયાર ગામેથી વિદેશી દારૂનો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડવામાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા મળેલ છે.