ફતેપુરાના લખાનપુર ટેકરી પાસે સર્જયો અકસ્માત: અકસ્માતમા ક્લીનરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત..

  • 6:42 pm March 17, 2023
મુકેશ પ્રજાપતિ, ફતેપુરા

 

 

ઝાલોદ સંતરામપુર હાઈવે પર સિમેન્ટ ભરેલા ટ્રક ને અકસ્માત નડ્યો લખાનપુર ટેકરી પાસે ટ્રક પલટી મારતા ક્લીનર નું ઘટના સ્થળે જ કામકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ ઝાલોદ તરફ આવતી સિમેન્ટ ભરેલી ટ્રક ના ડ્રાઈવર સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રોડ ની બાજુ ની ગટર મા પલટી મારી હતી ક્લીનર નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જયારે ડ્રાઈવર ને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખાસેડવા મા આવ્યા. ઘટનાની જાણ થતા પોલીસ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટના અંગે ની તપાસ હાથ ધરી હતી.