સુબિર તાલુકામાં નરેગા યોજનામાં ભૂતિયા શ્રમિકો થકી કામો કરાવતા અધિકારીઓ અને કર્મચારીઓની મિલિભગત..!

  • 6:59 pm March 17, 2023
સુશીલ પવાર.ડાંગ

 

સરકારતો વિકાસ શીલ છે પરંતુ જ્યાં સરકાર રોજગારીની તકો એટલે કે નરેગા યોજના હેઠળ ગ્રામ્ય રોજગાર આપવામાં આવે છે પરંતુ સુબિર તાલુકામાં નરેગા અંતર્ગતતો સ્થળ ચકાસણી કરતા જણાયુ કે  સ્થળ ઉપર લોકોને રોજગારી મળી જ નથી માત્ર ઓન લાઇન મસ્ટર ચિતરાયા છે દર રોજ હાજરી પુરાય છે અંતરિક્ષના ભૂતિયા શ્રમિકોની, જયારે નરેગાના એ.પી.ઓ કહો કે ટી.ડી.ઓ પોતાના કામોમાં એટલા વ્યસ્ત હોવાને કારણે ગરીબી આજે પણ તોબા પોકારી રહી છે અને ઓન લાઇન કામગીરી હોવા છતાં સરકારને ચુનો ચોપડતા કર્મચારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે અને ડાંગના લોકો આજે પણ જીવન નિર્વાહ હેતુ રોજી રોટી અર્થે મહારાષ્ટ્ર કે ગુજરાતમાં સુગર ફેકટરીમાં કામો કરવા મજબુર છે, તો તેમના નામે હાજરી ક્યાં ગ્રહ વાસી પુરી જાય છે સરકાર કહે છે 100 દિવસની રોજગારીની ગેરેન્ટી. જ્યાં નરેગા યોજનામાં તો કર્મચારીઓના જલસા કામો થયાં નહીંને માત્ર ગામના લોકોને બોલાવી અંગુઠો કે સહી કરાવી પૈસા પોતાના ખિસ્સામાં, આ છે નારેગાની યોજનાનો વિકાસ, ડાંગ જિલ્લાના નરેગાના અંદાજીત તમામ કામો ભૂતિયા રીતે જ થઈ રહ્યા છે પરંતુ તંત્ર જાણે ઘોર નીંદરમાં પોઢી રહ્યું છે અને લોકો આજે પણ ચીંથરે હાલ શુ નારેગાના કર્મચારીને પગાર ઓછો પડે કે ગરીબોના ભાગનું પણ પચાવી પાડે. આવા કટકી બાજ કર્મચારીઓના તમામ મિલકતની તપાસ કરવામાં આવે અને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે. 

કર્મચારીઓના કારનામાની વધુ વિગત જાણવા અને રજુવાત કરવા સુબીર તાલુકા વિકાસ અધિકારી પુનમ ડામોરને મળવા જતા તેમણે ઓફિસના દરવાજેથી જ મળવા માટેની મનાઈ ફરમાવી અને હુ કામમાં વ્યસ્ત છું એવા જવાબ આપીસ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી.