ગઢડા(સ્વામીના) VHP દ્વારા રામ જન્મોત્સવની શોભાયાત્રા યોજાશે; સંતો-અગ્રણીઓની હાજરીમાં કાર્યાલય ખુલ્લુ મૂકાયુ..

  • 7:54 pm March 17, 2023
રિપોર્ટર- હેમેન્દ્ર મોદી

 

ગઢડા(સ્વામીના) મુકામે વિશ્વ હિન્દુ પરિષદ(VHP) ગઢડા પ્રખંડ દ્વારા રાજ નવમીના દિવસે ભવ્ય રામ જન્મોત્સવની શોભાયાત્રા યોજવામાં આવશે. આ શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નિમિત્તે શહેરમાં ભાવસાર વાડી ખાતે સંતો-અગ્રણીઓ અને નગરજનો તથા કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ. આ ધાર્મિક પ્રસંગે સંતો અને આગેવાનોએ ભગવાન રામચંદ્રજીના આદર્શોનો ઉલ્લેખ કરી સનાતન ધર્મના ઉત્કર્ષની ભાવના સાથે સમગ્ર લોકોને આયોજનમાં જોડાવા અને સહકાર માટે અપીલ કરી હતી. આગામી તા.૩૦-૩-૨૦૨૩, ગુરૂવારે રામ નવમીના દિવસે બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતી બાદ બપોરે ૪-૦૦ કલાકે અંબાજી ચોક ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન કરી વાઢાળા ચોક, માણેકચોક, જુના મંદિર, બોટાદ ઝાંપા, હાઈસ્કૂલ ચારરસ્તા, જીનનાકે થઈને અંબાજી ચોક ખાતે વિસર્જિત કરવામાં આવશે.