ભાવનગર જિલ્લાના ૨,૨૭,૦૮૦ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૩૬૦.૩૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી..

  • 6:59 pm March 18, 2023

 

રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ: ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ ભાવનગર જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૧,૧૨,૫૩૦ ગ્રાહકોને અને ૨૦૨૨માં કુલ ૧,૧૪,૫૫૦ ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં ૨,૨૭,૦૮૦ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં રૂ. ૧૬૨.૨૩ કરોડ અને વર્ષ ૨૦૨૨માં રૂ. ૧૯૮.૦૮ કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૩૬૦.૩૧ કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.

વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.