ભાવનગર એસ.ઓ.જી.ની ટીમે વાહન ચેકીંગ ડ્રાઇવમાં રીક્ષામાં ખોટી નંબર પ્લેટ લગાડેલ ઇસમને ઝડપી પાડ્યો..

  • 7:07 pm March 18, 2023

 

 

પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર એસ.ઓ.જી. પોલીસ શહેર વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે નિમલબાગ પોલીસ સ્ટેશન રોડ, સર ટી હોસ્પિટલ દરવાજા પાસેથી લીલા-પીળા કલરની એક રીક્ષા આગળ-પાછળ રજી.નંબર GJ-07-AT-5584 નંબરની મળી આવેલ તે રીક્ષાના રજી.નંબર ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ઉપરોકત રજી.નંબર અન્ય સી.એન.જી. રિક્ષાના GJ-38-W-3744 ની નંબરની તેમજ ગાડીના માલીક ઘાંચી મહમદયુનુસ ગુલામનબી એડ્રેસ -૨, લોધી નો લીમડો, ધોળકા-ર૩ અમદાવાદ પેટ્રોલ સી.એન.જી. તથા ચેસીસ ન MD2A24AY2KW29869 ના તથા એન્જિન નં. 24YWKM61922ના હોવાનું જણાયેલ આમ મજકુરે પોતાના કબ્જાની રિક્ષામાં અન્ય રીક્ષાના નબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મળી આવતા તેના વિરૂઘ્ધ ઇ.પી.કો.કલમ ૪૬૫,૪૬૬,૪૭૧ તળે નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપી.- મોહસીનભાઇ મજીદભાઇ મોમીન(સિપાઇ) ઉવ. ૩૮ ધંધો- વેપાર રહે.પ્રભુદાસ તળાવ ઇબ્રાહિમ, મસ્જિદ પાછળ, મફતનગર પેલી ગલીમાં ભાવનગર

કબ્જે લીધેલ મુદ્દામાલ:-

એક સી.એન.જી. રીક્ષા કિ.રૂ.૪૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા આર.સી.બુક( પ્લાસ્ટીક)ની નકલ -૧ કિ.રૂ.૦૦/૦૦ કુલ રૂ.૫૦૦૦૦/-