સુરતના કડોદરા વિસ્તારમાં નશાની હાલતમાં આધેડે પાણી સમજીને એસિડ ગટગટાવ્યું, ટૂંકી સારવાર બાદ મોત...

  • 7:17 pm March 18, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

મળતી માહિતી અનુસાર સુરત શહેરના કડોદરા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય આધેડ અમૃત પાટીલને નશો કરવાની લતે મોત સાથે ભેટો કરાવી દીધો છે. જેમાં અમૃત પાટીલે નશાની હાલતમાં પાણી સમજીને એસિડ ગટગટાવી લીધું હતું. એસિડ ગટગટાવી લેતા થોડી જ ક્ષણોમાં અમૃત પાટીલ ઢળી પડ્યા હતા, ત્યારે પરિવારજનોએ અમૃત પાટીલને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં અમૃત પાટીલનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે, મોભીનું મોત થતાં પરિવારના સભ્યો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.