સુરતમાં કડાકા-ભડાકા સાથે વરસ્યો વરસાદ: ભારે પવન સાથે કરા પણ પડ્યા, ખેડૂતો ચિંતાતુર..

  • 7:23 pm March 18, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો

અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે, ઠેર ઠેર કમોસમી કરા સાથેની મેઘસવારી જોવા મળી રહી છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાી માહોલ જામ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માંગરોળ, માંડવી, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિતા વધી છે. સુરતમાં 19 માર્ચ સુધી માવઠાની આગાહી છે ત્યારે  માવઠાને લઇ ખેડૂતોની ચિંતાના વાદળો ઘેરાયા છે.