ઝાલોદમાં તસ્કરોએ ગોડાઉનના તાળા તોડી 1,26,580ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ..

  • 6:51 pm March 21, 2023
પંકજ પંડિત

 

આ અંગે મળતી માહિતી અનુસાર દિપક સરજુ પ્રસાદ (દુબે) ઈલાસ્ટીક ઇન્ટેક્ષ ટ્રાન્સપોર્ટ પ્રા.લીમી. ગોડાઉનમાં ટીમ લીડર તરીકે નોકરી કરે છે. તેમજ આ ગોડાઉનમાં કરિયાણાને લગતો માલ સામાન ઓર્ડર મુજબ આજુ બાજુના વિસ્તારમાં ઓર્ડર પ્રમાણે મોકલવામાં આવે છે. તારીખ 18-03-2023 શનિવારના રોજ માલ ડિલીવરીના વકરાના રૂપિયા 1,21,580 લોકરમાં મુકી 19-03-2023 નાં રોજ રવિવારની રજા હોવાથી દિપકભાઇ વતનમાં સુરત ગયેલ હતા. દિપકભાઇ 20-03-2023ના સોમવારના વહેલી સવારે પાંચ વાગ્યે મુવાડા ગોડાઉનમાં આવતા ત્યાં શટરને તાળું જોવા મળેલ ન હતું જેથી ગોડાઉનની શટર ખોલી જોતા લોકર તૂટેલું જોવા મળ્યું હતું. જેથી તપાસ કરતા લોકરમા મુકેલ 1,21,580 રોકડા તેમજ ડી.વી.આર 5000 નું થઈ 1,26,580 ની ચોરી થયેલ જણાતા દિપકભાઇ દ્વારા આ અંગે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.