રાધનપુર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે લાલ આંખ; 2 દિવસમાં વેરો ભરપાઈ નહિ કરવામાં આવે તો મકાનોનાં કપાશે પાણી કનેક્શન અને દુકાનો થશે સીલ..

  • 7:02 pm March 21, 2023
રિપોર્ટર- અનિલ રામાનુજ

 

 

પાટણ જિલ્લાનાં રાધનપુર ખાતે નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ને લઇને આજરોજ રાધનપુર શહેરમાં નગર પાલિકાનાં કાર્યકર્તાઓ દ્વારા બજારમાં ફરીને જાણ કરવામાં આવી, તો સાથે રાધનપુર શહેરમાં રીક્ષા મારફતે પણ વેરો ભરપાઈ કરવાની લઇને જાહેરાત કરવામાં આવિ હતી.

મહત્વનું છે કે રાધનપુર શહેરમાં બાકી નીકળતો વેરો 2 દિવસમાં ભરપાઈ કરવા પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. જો વેરો ભરપાઈ કરવામાં નહિ આવે તો મકાનોનાં પાણી કનેક્શન કાપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. તો સાથે દુકાનો પણ સિલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે જે મિલકત ધારકો 31/03/2023 પહેલા પોતાનો વેરો ભરપાઈ તો વ્યાજ કે કોઈ દંડ લેવામાં આવશે નહિ તેવું જણાવ્યું હતું.

નવા નાણાકીય વર્ષ 23/04/2023 પછી વેરા ઉપર 18% વ્યાજ અને દંડ ચડાવવામાં આવશે તેવું પાલિકા નાં કર્મચારીઓ દ્વારા તેમજ  રીક્ષા મારફતે લોકો ને સંદેશો આપ્યો હતો.

આમ, રાધનપુર ખાતે બાકી રહેતા વેરા ની વસુલાત માટે પાલિકા એ લાલ આંખ કરી હોવાનું સામે આવ્યું છે તો દુકાનદારો માં વેરા ભરપાઈ ને લઇને મૂંઝવણ માં મુકાયા છે..

 

નગર પાલિકા રાધનપુર 2022-2023 નાં વર્ષ ની વેરા વસુલાત ની વિગત:-

ચાલુ માંગણી 5.31 કરોડ

ચાલુ વસુલાત 1.28 કરોડ

બાકી વસુલાત 4.4 કરોડ

વસુલાત ની ટકાવારી 24% ....