ધ્રાંગધ્રાના વ્રજપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા..

  • 8:06 pm March 21, 2023
રિપોર્ટર- અમિત વિંધાણી

 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધ્યક્ષ જે.ડી પુરોહીત ના માર્ગદર્શનથી ધ્રાંગધ્રા તાલુકા ઈન્ચાર્જ પોલીસ pi જે.એસ.ઝાબરે ની સુચના થી PSI બી.કે.મારૂડા તથા પો.કોન્સ મહાવિરસિંહ જોરૂભા નાઓને નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત ના આધારે ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામના પાટીયા પાસેથી સફેદ કલરની મારૂતી સુજકી કંપનીની સ્વીફટ ગાડીમા ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ- ૨૧૬, તથા આરોપી  રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ વ ૨૧ રહે,સુ.નગર તથા આરોપી,મયુરસિંહ જગદીશસિંહ રાણા  રહે સુ.નગર વાળા પાસે થી વિદેશી દારૂની બોટલો નંગ- ૨૧૬, મોબાઈલફોન નંગ ૦૩ સ્વીફ્ટ ગાડી સહીત કુલ ₹3,92,424, ના મુદ્દામાલની હેરાફેરી કરતા રેઈડ દરમ્યાન પકડાઈ જતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાવી પ્રોહીબીશન ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરતી તાલુકા પોલીસ