સુરત: આગામી સમયથી એરપોર્ટ પર રાત્રે 9 વિમાન પાર્ક કરી શકાશે..

  • 8:19 pm March 21, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

 

છ મહિના ઉપરાંતથી પેન્ડિંગ એપ્રનને મંજૂરી આપી દેવામાં આવી છે.જેમાં સુરત એરપોર્ટ માટે 6 નવા પાર્કિંગની મંજૂરી આપતાં આગામી દિવસોમાં રાત્રે પાર્કિંગ કરવા ઇચ્છતી એરલાઇન્સ કંપનીઓ આવે તેવી શક્યતાઓ વધી જવા પામી છે.આ ઉપરાંત બહારથી આવતી ફ્લાઇટને પાર્કિંગ પૂરું પાડવા બદલ સુરત એરપોર્ટને ભાડાંની આવક પણ મળી શકે તેમ છે.આ સાથે ટિકિટના ભાડાં પણ ઘટે તેવી શક્યતા જોવા મળી રહી છે.આમ વર્તમાનમા 5 એરક્રાફ્ટ પાર્ક કરવાની જગ્યા છે.

જેમાં નવા 6ને મંજૂરી મળતા 11 એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.જેમાં 1 જગ્યા ઇમરજન્સી માટે જ્યારે બીજી જગ્યા એક્સપ્રેસ માટે ખાલી રાખવી પડશે.વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ સુરત એરપોર્ટના વિકાસ માટે રૂ.350 કરોડના પ્રોજેક્ટને લીલીઝંડી આપી હતી.