સુરત: ઉત્રાણ પાવર હાઉસનો 85 મીટર ઉંચો ટાવર 7 સેકન્ડમાં ધ્વસ્ત..

  • 8:23 pm March 21, 2023
રિપોર્ટર- એજાજ શેખ

 

ટાવર ઉતારવા અત્યાધુનિક એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ ઉપયોગ કરાશે

અંદાજિત 220 કિલો વિસ્ફોટક વપરાશે

જ્યારે સિમેન્ટ, કોંક્રિટ, ધૂળની ડમરીઓ મોટા પ્રમાણમાં ઉડશે

સુરત શહેરમાં ઉત્રાણ વિસ્તારની ઓળખ ધરાવતું જાણીતું ઉત્રાણ પાવર હાઉસના ટાવરને આજે 21મીના રોજ તોડી પાડવામાં આવ્યો છે. પાવર હાઉસની ચીમનીને કન્ટ્રોલ બ્લાસ્ટથી ધ્વસ્ત કરવામાં આવી છે. માત્ર 7 સેકન્ડમાં આ કુલિંગ હાઉસ નેસ નાબૂદ થઈ ગયો છે. આજે કુલિંગ ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવ્યો છે.

સુરતના ઉત્રાણ પાવર હાઉસનો 30 વર્ષ જૂનો ટાવર આજે સેકંડોમાં ધ્વસ્ત થઈ ગયો છે. કૂલિંગ ટાવર આશરે 85 મીટર ઉંચો અને 70 મીટર પહોળો હતો. આજે બ્લાસ્ટ કરીને માત્ર 7 સેકેન્ડમાં આ ટાવરને ઉડાવી દેવાયો છે. પરંતુ આ કન્ટ્રોલ બ્લાસ્ટની કામગીરી પૂર્ણ થતાં આશરે 30થી 40 મિનિટનો સમય લાગી શકે છે. આ ટાવરને તોડવા માટે 250 કિલો ડાયનામાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટાવરને 2017માં ભંગાર જાહેર કરવામાં આવ્યો હતો.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ કાર્યરત હતાં, જેમાં 135 મેગા વોટનો પ્લાન્ટ જૂનો હતો. આટલા વર્ષો થઈ જવાના કારણે તેને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આજે તોડી પાડવામાં આવ્યો છે. પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી જમીનદોસ્ત કરવામાં આવી અને આ સાથે જ ઉત્રાણ પાવર હાઉસનો ટાવર ઈતિહાસ બની ગયો છે.

કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તોડી પાડવામાં આવ્યો છે. એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી આ ટાવર તોડી પાડવામાં આવ્યો છે. આ 85 મીટરની ઉંચાઈ ધરાવતા આ કુલિંગ ટાવરમાં 72 જેટલા પિલરો પણ આવેલા હતા. જે 72 પિલરોમાં હોલ પાડવામાં આવ્યા હતા. જેમાં એક પિલરમાં 20 જેટલા હોલ પાડવામાં આવ્યા હતા. જેમાં પિલરમાં એક્સપ્લોઝિવ મુકવામાં આવ્યો હતો. જેના માધ્યમથી રિમોર્ડ કંન્ટ્રોલથી તોડી પાડવામાં આવ્યો છે.