વડોદરા: ગોત્રી GMERS હોસ્પિટલમાંથી પાર્કિંગમાં દારૂનો વેપલો કરતાં 2 બુટલેગર ઝબ્બે, 3 વોંટેડ જાહેર...

  • 8:26 pm March 21, 2023
રિપોર્ટર- સિકંદર પઠાણ

 

કોઈને શંકા ન જાય તે માટે બૂટલેગર હોસ્પિટલના પાર્કિંગમાં દારૂની ડિલિવરી કરતો હતો

કારમાંથી 33 હજારનો દારૂ કબજે કરી અન્ય 2 બૂટલેગરને વોન્ટેડ જાહેર કરાયા

શહેરના વિવિધ વિસ્તારોમાંથી શહેર પોલીસ અવાર-નવાર દારૂ ઝડપી પાડતી હોય છે. સોમવારે પીસીબીએ ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાંથી 33 હજારની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કોઈને શંકા ન જાય તે માટે બૂટલેગર હોસ્પિટલના પાર્કિંગમાં દારૂની ડિલિવરી કરતો હતો. પોલીસે 2 શખ્સોને ઝડપી પાડીને અન્ય 2ને વોન્ટેડ જાહેર કર્યા હતા. સોમવારે પીસીબીના જવાનોને બાતમી મળી હતી કે, ગોત્રી હોસ્પિટલના પાર્કિંગમાં વિજય મેકવાન અને સંજય ઉર્ફે ટીકો બારોટ હોસ્પિટલના પાર્કિંગમાં ઈન્ડિકા કાર પાર્ક કરીને લોકોને દારૂનું વેચાણ કરે છે.જેથી પીસીબીએ પાર્કિંગમાં વોચ ગોઠવીને વિજય મેકવાન અને દારૂ લેવા માટે આવેલા નિકુંજ મકવાણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂા.33,600ના દારૂ સહિત રૂા.1,69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબીએ સંજય ઉર્ફે ટીકો બારોટ અને મહેન્દ્ર ઉર્ફે બેલકીયો મારવાડીને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી. આ બંને વિરુદ્ધ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા ગોત્રી હોસ્પિટલનાં પાર્કિંગમાં દારૂ લેવા આવેલા નિકુંજ પર ગોત્રી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનો નોંધાયો હતો. જ્યારે વિજય ઉર્ફે ટીકો બારોટ સામે ગોત્રી અને ગોરવા પોલીસ મથકે પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેન્દ્ર ઉર્ફે બેલકિયો મારવાડી વિરુદ્ધ સયાજીગંજમાં 5 ગુના, વડોદરા તાલુકામાં 1, ફતેગંજમાં 1 અને રાવપુરા પોલીસ મથકે પણ ગુના નોંધવામાં આવ્યા છે.