પાલેજ જી આઈ ડી સી ની કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો
- 8:29 pm March 21, 2023
રિપોર્ટર :મુકેશ અઠોરા
પાલેજ જી આઈ ડી સી માં ફાયર સેફટીનો અભાવ છતો થયો
ફાયરબ્રિગેડ ગણતરી ની મીનીટો માં આગ પર કાબુ મેળવી લેતાં કંપની આગની જ્વાળા માં સ્વાહા થઈ જતાં બચી ગઈ
પાલેજ જી આઈ ડી સી ની નર્મદા વેલી રબર કંપની માં સવારે અગિયાર વાગ્યે અગમ્ય કારણોસર અચાનક આગ લાગતાં ધુમાડા ના ગોટે ગોટા પાલેજ બજાર સુધી નજરે પડ્યાં હતાં.આગે ગણતરી ની મીનીટો માં વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જનોર એન ટી પી સી કંપની તેમજ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને જાણ કરતાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ દોડી આવી ગણતરી ની મીનીટો માં આગ પર કાબુ મેળવી લીધી હતો. કંપનીમાં રબર સ્ક્રેપ બળી ગયું હતું.આગ લાગતાં કંપની માંથી કામદારો બહાર નીકળી ગયાં હતાં.સદનસીબે કામદારો નો બચાવ થયો હતો.કોઈ અનિચ્છનીય બનવા પામ્યો નથી.