ભરૂચ જિલ્લામાં આગની બે ઘટના: પાનોલીના ગોડાઉનમાં આગ, તો પાલેજ ખાતે રબરની ફેક્ટરીમાં આગથી ફાયર ફાઈટર દોડતું..

  • 8:44 pm March 21, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

માર્ચ એન્ડિંગ આવતા જ આગની ઘટનાઓમાં વધારો..

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહતો અને સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે પાનોલીના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી તો પાલેજ ખાતે રબરની ફેક્ટરીમાં ભયંકર આગ લાગતા ફાયર ફાઈટર દોડતા થયા હતા જોકે કોઈ જાનહાની થવા પામી ન હોવાના અહેવાલો મળી રહ્યા છે

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકા નજીકની પાનોલી જીઆઇડીસી ની અમી ટ્વીસ્ટર નામના ગોડાઉનમાં આગ લાગી હતી જેમાં ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા આગની ઘટનાના પગલે આજુબાજુના સ્ક્રેપ માર્કેટના ગોડાઉનના સંચાલકોના જીવતા ચોંટી ગયા હતા જોકે આગની ઘટનાની જાણ અંકલેશ્વર ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા જોકે સમગ્ર પ્રકરણમાં કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી પરંતુ માર્ચ એન્ડિંગ આવતા આગની ઘટનાઓમાં વધારો થતો હોવાની માહિતી સાંપડી રહી છે

આગની બીજી દુર્ઘટના પાલેજ gidc ની એક ફેક્ટરીમાં જ બની હતી જેમાં નર્મદા વેલી રબર ફેક્ટરીમાં ભયંકર આગ ફાટી નીકળતા કંપનીના સંચાલકો અને કર્મચારીઓમાં પણ ફાફડાટ બચી ગયો હતો. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ સતત પાણીનો માળો ચલાવીએ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી જેના કારણે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી પરંતુ રબર ની ફેક્ટરીમાં આગ લાગતા લોકોના જીવ તારવે ચોટી ગયા હતા ફેક્ટરને થોડું ઘણું નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ બે જગ્યાએ આગની ઘટનાથી ફાયટર દૂર થઈ ગયું હતું.