ભરૂચ: સ્મશાનમાં કોરોના પોઝિટિવ મૃતકના અંતિમ સંસ્કાર; કોરોના પ્રોટોકોલ મુજબ પોલીસ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરાયા..

  • 8:47 pm March 21, 2023
રિપોર્ટર- રિઝવાન સોડાવાલા

 

ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર પગ પ્રેસારો કર્યો છે જેને લઈને હવે લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે વાતાવરણમાં બદલો આવતા અનેક રોગો એ માથું ઊંચક્યું છે ત્યારે આઠ મહિના પછી ભરૂચના એક હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીનું નિધન થતા કોરોના પ્રોટોકોલ મુજબ સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇને લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીનું નિધન થતા પંથકમાં આરેરાટી વ્યાપી ગઈ છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય રમણભાઈ રામચંદ્ર જયસ્વાલ છેલ્લા ઘણા સમયથી બીમાર હોય તેઓને સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ કોરોના પોઝિટિવ હોય અને બંને ડોઝ લીધા હોવા છતાં તેઓનું સારવાર દરમિયાન મોત થતા કોરોના પ્રોટોકોલ મુજબ ભરુચના કોવિડ સ્મશાન ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ૮ મહિના બાદ ફરી એકવાર કોવિડ સ્મશાન અંતિમ સંસ્કારથી શરૂઆત થતાં ભરૂચ જિલ્લાના લોકોમાં પણ ફાફડાટ મચી ગયો છે ત્યારે સાવચેતી રાખવી તે પણ જરૂરી છે

અત્રે ઉલ્લેખનીય બાબતે પણ છે કે વાતાવરણમાં પલટો આવતા ભરૂચ જિલ્લામાં શરદી ખાંસી તાવ સહિતના દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં ગંદકીના સામ્રાજ્યના કારણે પણ રોગચાળો ફેલાઈ રહ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા અભિયાન જાળવવાની જવાબદારી બની ગઈ છે ભરૂચ જિલ્લામાં રોગચાળા સાથે કોરોનાએ માથું ઉચક્યું હોય તેમ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાવા સાથે કોરોના પોઝિટિવ દર્દીનું નિધન થતા ભરૂચવાસીઓમાં પણ હાહાકાર મચી ગયો છે ત્યારે જિલ્લા વાસીઓ પણ કોરોના પ્રોટોકોલનું પાલન કરે તે જરૂરી છે.