ઝઘડિયા તાલુકાના નાના વાસણાના ગ્રામજનો દ્વારા રેતીના વાહનો રોકી આંદોલનનું રણશિંગુ ફૂક્યું...

  • 8:53 pm March 21, 2023

 

 

નાના વાસણા ગામના ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ અને પાણી નીતળતી રેતી ના રસ્તા બનાવતા ગ્રામજનોએ વહીવટી તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં ભરાતા આંદોલનનો માર્ગ અપનાવ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીમાંથી રેતી ખનન મોટાપાયે થઈ રહ્યું છે જેમાં ઇંદોર, વેલુગામ, પાણેથા જેવા ગામોમાંથી રોજની અસંખ્ય રેતી ભરેલ હાયવા ટ્રક પસાર થઈ રહી છે ત્યારે આજરોજ નાના વાસણા ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના ગૌચરની જમીનમાંથી રસ્તો બનાવી રેતીના વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપ કર્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ રસ્તો વાસણા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન હોય જેમાંથી રેતી ભરેલ વાહનો રાત દિવસ પસાર કરતા હોયછે  જેનો આજરોજ ગ્રામીણો એ ભેગા મળી વિરોધ નોંધાવી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગ્રામજનો દ્વારા લાગતા વળગતા તંત્રને આ રસ્તો બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તે બાબતનું કોઈ નિરાકરણ નહીં આવતા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા રસ્તા પર ઉતરી રેતી ભરેલ વાહનો ને રોકી વિરોધ કર્યો હતો.