ભારતીય કફ સિરપની નિકાસ પહેલાં સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાશે

  • 10:30 pm May 23, 2023

- ફાઇલ તસવીર

નવી દિલ્હી,

ભારતીય કંપનીના કફ સિરપ પીવાથી મોતનો મામલોયોગ્ય જણાશે તો તેને સર્ટિફિકેટ મળશે અને તેના આધારે જ તેને એક્સપોર્ટ કરવાની મંજૂરી મળશે

ભારતીય કંપનીઓએ બનાવેલી કફ સિરપ પીવાથી ગામ્બિયા અને ઉઝ્બેકિસ્તાનમાં ડઝનેક બાળકોના મૃત્યુની ફરિયાદો આવ્યા બાદ આવા મામલા ફરી ન બને તે માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે ભારતમાં બનેલી કફ સિરપની નિકાસ કરતા પહેલા તેનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરાશે. જા તે યોગ્ય જણાશે તો તેને સર્ટિફિકેટ મળશે અને તેના આધારે જ તેને એક્સપોર્ટ કરવાની મંજૂરી મળશે.

માહિતી અનુસાર કફ સિરપના ટેસ્ટિંગનો નવો નિયમ ૧ જૂનથી લાગુ થશે. ગત વર્ષે ગાÂમ્બયા અને ઉઝ્બેકિસ્તાનમાં ડઝનેક બાળકો ભારતમાં બનેલી કફ સિરપ પીવાને લીધે મૃત્યુ પામ્યાના અહેવાલ આવ્યા હતા. ત્યારથી સરકાર આ અંગે નવી નીતિ બનાવવા વિચારી રહી હતી અને તે હેઠળ જ આ નિણર્ય કરાયો હતો.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) એ પણ ભારતમાં નિર્મિત કફ સિરપની ગુણવત્તા સામે સવાલો ઊઠાવ્યા હતા. વિદેશ વેપાર મહાનિર્દેશક વતી જારી નોટિફિકેશનમાં જણાવાયું હતું કે કફ સિરપની નિકાસ ત્યારે જ થઈ શકશે જ્યારે તેનું સરકારી લેબમાં ટેસ્ટિંગ કરી લેવાશે. ટેસ્ટિંગ બાદ એક સર્ટિફિકેટ જારી કરાશે. આ નવો નિયમ ૧ જૂન ૨૦૨૩થી લાગુ પડશે. આ ટેસ્ટિંગ ચંડીગઢ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, મુંબઈ અને ગુવાહાટીમાં આવેલી લેબમાં કરાવી શકાશે.