ગદર એક પ્રેમ કથાનું ટ્રેલર રિલીઝ થયું: ૨૨ વર્ષ પછી ફરી રિલીઝ થઈ રહી છે ફિલ્મ ગદર

  • 4:39 pm May 27, 2023

 

મુંબઈ,

આજથી ૨૨ વર્ષ પહેલા જ્યારે ફિલ્મ 'ગદરઃ એક પ્રેમ કથા' રીલિઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે ધૂમ મચાવી હતી. થિયેટરો હાઉસફુલ થઈ ગયા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. હવે ૨૨ વર્ષ પછી આ ફિલ્મ ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. સની દેઓલ સહિત ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. આ શેર કરતી વખતે સની દેઓલે લખ્યું કે- એ જ પ્રેમ, એ જ વાર્તા, પરંતુ આ વખતે લાગણી અલગ હશે. 'ગદરઃ એક પ્રેમ કથા' ફરીથી થિયેટરોમાં પરત ફરી રહી છે, તે પણ તારીખ ૯ જૂને. આ ફિલ્મ 4K અને ડોલ્બી સાઉન્ડમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. તારીખ ૧૫ જૂન, ૨૦૦૧ના દિવસે બોલિવૂડ સુપરહિટ ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથા' રિલીઝ થઈ હતી. ત્યારે 'ગદરઃ એક પ્રેમ કથા'ના ડિરેક્ટર અનિલ શર્માએ આ ફિલ્મના 'હેન્ડપમ્પ'વાળા જાણીતા સીનને યાદ કર્યો કે જે સની દેઓલ ઉખાડી ફેંકે છે. તેમણે કહ્યું કે બુદ્ધિજીવીઓ આ સીન સમજવામાં નિષ્ફળ રહ્યા. ગદરઃ એક પ્રેમ કથા'ના 'હેન્ડપમ્પ'વાળા સીનને યાદ કરતા ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું કે આ સીનમાં હેન્ડપમ્પ ઉખડવાની સાથે-સાથે ભાવનાઓનો પણ વિસ્ફોટ હતો. જે પ્રતીકાત્મક હતું. પરંતુ, બુદ્ધિજીવીઓ આ સીનને સમજી નહીં શકે કારણકે તેઓ તેમાં માત્ર લોજિક શોધતા રહી ગયા. થિયેટરમાં બેઠેલા દરેક લોકોએ આ સીનને જાઈને તાળીઓ વગાડી. તેમણે વધુમાં જણાવ્યું કે 'લોકો મને પૂછતા હતા કે શું આ સંભવ છે? મેં કહ્યું કે જ્યારે રામાયણમાં લક્ષ્મણને સંજીવની જાઈતી હતી ત્યારે હનુમાનજી આખો પહાડ ઉઠાવી લાવ્યા હતા. તારા સિંહ (સની દેઓલ) ભલે હનુમાન ના હોય પણ હેન્ડપમ્પ તો ઉખાડી જ શકે છે. જ્યારે હેન્ડપમ્પનો આ સીન લખાયો ત્યારે ઘણાં લોકો સહમત નહોતા. પરંતુ, બુદ્ધિજીવીઓ એ વાત નથી જાણતા કે આ સીને એક પ્રકારે ભાવનાત્મક વિસ્ફોટ હતો. થિયેટરમાં બેઠેલા લોકો આ સીન સાથે ભાવનાત્મકરીતે જાડાઈ ગયા હતા અને તાળીઓ વગાડી હતી.