થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં સની લિયોનીનો સ્ટાઈલિશ અંદાજ, કેમેરા સામે આપ્યા કિલર પોઝ

  • 4:54 pm May 27, 2023

મુંબઈ,

એક્ટ્રેસ સની લિયોની હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના ડેબ્યૂને લઈને ચર્ચામં છે. સ્ટાઈલિશ હાઈ સ્લિટ ડ્રેસમાં તેણીએ રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યુ હતું. એકવાર ફરી એક્ટ્રેસે કાન્સમાં પોતાના લુકથી રેડ કાર્પેટ પર આગ લગાવી દીધી છે. સની લિયોની હાલમાં જ રેડ કાર્પેટ પર સિમ્પલ અને ક્લાસી થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. લોન્ગ કેપ સાથે ન્યૂડ કલરની રિસ્કી થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. તેણીએ ખૂબ જ સિમ્પલ રીતે પોતાના લુકને કેરી કર્યો હતો. સની લિયોની હવે અનુરાગ કશ્યપની ફિલ્મ 'કેનેડી'માં જાવા મળશે. તેણી પોતાની આ ફિલ્મના કારણે કાન્સ ૨૦૨૩ના રેડ કાર્પેટ પર ચાલી શકી હતી.

આ વખતે કાન્સમાં ઘણી એક્ટ્રેસે ડેબ્યૂ કર્યુ છે. જેમાંથી એક સની લિયોની પણ છે. સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેણી ખૂબ જ સ્ટાઈલિશ લુકમાં જાવા મળી હતી, સનીના આફોટો જાઈને ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે. સની લિયોની કાન્સમાં પોતાના દરેક લુકના ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસે પોતાના આઉટફીટથી ફેશન ગોલ્સ સેટ કરી રહી છે. સનીનો કાન્સ લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેનો દરેક લુક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. ફેન્સ તેના વખાણ કરતાં થાકતાં નથી. તેના ફોટા પર ફેન્સ સતત કોમેન્ટ કરીને વખાણ કરી રહ્યા છે.