ઉલ્ટા ચશ્મા પરથી દર્શકોનું આખરે ઉતરી ગયું મન..!

  • 5:44 pm May 27, 2023

 

મુંબઈ,

દરેક દર્શક એ જાણવા માટે આતુર હોય છે કે આ અઠવાડિયે કયો શો ટીઆરપી રેટિંગમાં ટોપ પર છે અને કયા શોની ટોપ ૧૦માંથી બાદબાકી થઈ છે. માત્ર દર્શકો જ નહીં પરંતુ શોના કલાકારો અને મેકર્સને પણ ટીઆરપી રેટિંગના રાહ હોય છે, કારણ કે તેના આધારે જ તેઓ આગામી સમયમાં સ્ક્રિપ્ટમાં ટ્વીસ્ટ & ટર્ન્સ લાવવા તે નક્કી કરે છે.

આ વખતનો ટીઆરપી ચાર્ટ આવી ગયો છે અને હંમેશાની જેમ રૂપાલી ગાંગુલી સ્ટારર સીરિયલ અનુપમાએ નંબર ૧નો તાજ જાળવી રાખ્યો છે, તેમા અનુપમા અને અનુજના ઘણા દિવસ બાદ થયેલા રિયુનિયને દર્શકોને ટીવી સામે ચોંટી રહેવા મજબૂર કર્યા છે. બીજા નંબર પર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છે, જેમાં હાલમાં અભીર માટે અભિનવ, અક્ષરા અને અભિમન્યુ વચ્ચે જબરદસ્ત ડ્રામા જાવા મળ્યો હતો. આ અઠવાડિયે ગુમ હૈ કિસી કે પ્યાર મેં ત્રીજા નંબર પર ધકેલાયો છે. નીલ ભટ્ટ, આયશા સિંહ અને હર્ષદ અરોરાના પાત્રની એક્ઝિટ કેવી રીતે થશે તે જાણવા દર્શકો ટીવી સામે વળગેલા રહે છે. ચોથા અને પાંચમા નંબર પર ગત વખતની જેમ સીરિયલ ફાલતુ અને ઈમલી ટકી રહી છે જ્યારે છઠ્ઠા નંબર પર યે હૈ ચાહતે છે. જેમાં ફેન્સને પ્રવિષ્ઠ મિશ્રા અને શગુન શર્માની ફ્રેશ જાડી ગમી રહી છે. સાતમા નંબર પર ભાગ્યલક્ષ્મી છે, જેમાં હાલમાં વેડિંગ સીન દેખાડવામાં આવી રહ્યો છે. આઠમા, નવમા અને દસમા નંબર પર પંડ્યા સ્ટોર, પ્યાર કા પહેલા નામ રાધા મોહન અને તેરી મેરી દુરિયાંની નવી એન્ટ્રી થઈ છે. ૧૧ અને ૧૨મા નંબર પર અનુક્રમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને પરિણીતિ છે. દર્શકોને ફેવરિટ શો કુંડલી ભાગ્ય અને કુમકુમ ભાગ્ય ૧૩મા અને ૧૪ના નંબર પર છે જ્યારે નાગિન અને બેકાબૂનો મહાસમંગમ ૧૫મા સ્લોટ પર છે. ટોપ ૨૦ના છેલ્લા પાંચ સ્લોટમાં ઉદારિયાં, નાગિન ૬, ધર્મપત્ની, ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર અને બેકાબૂ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાત કરીએ તો, આસિત કુમાર મોદી દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવતો આ શો આમ તો ટોપ ૧૦માં પોતાનું સ્થાન ટકાવી રાખવામાં સક્ષમ રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જે કંઈ થઈ રહ્યું છે તે જાતા દર્શકોને તેના પરથી મન ઉતરી ગયું હોય તેમ લાગે છે. સૌથી પહેલા આશરે ૧૫ વર્ષ સુધી રોશનભાભીના રોલમાં જાવા મળેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલે આસિત મોદી પર શારીરિક શોષણનો આરોપ લગાવી ખળભળાટ મચાવી દીધો હતો. અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, હોળીના દિવસે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ હેડ જતિન બજાજે તેને પહેલાથી કહી રાખ્યું હોવા છતાં તેને વહેસી જવા દીધી નહોતી અને જ્યારે તે ઘરે જવા નીકળી તો તેની કારને રોકી રાખી હતી અને તેને ત્રાસ આપ્યો હતો. આ સિવાય આસિત મોદીએ તેનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું, શોના શૂટિંગ માટે જ્યારે ટીમ સિંગાપોર ગઈ હતી ત્યારે આસિતે તેને ફોન કરી તેમના રૂમમાં જઈ વ્હીસ્કી પીવાની ઓફર આપી હતી. જ્યારે તેણે ના પાડી તો બીજા દિવસે જ્યારે તે એકલી હતી ત્યારે તેઓ તેની નજીક આવ્યા હતા અને હોઠના વખાણ કરતાં કિસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.