દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના : હવામાન વિભાગ
- 10:30 pm May 27, 2023
દિલ્હી- NCRમાં ભારે વરસાદથી અનેક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ
નવી દિલ્હી,
રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હવામાનમાં પલટાને કારણે લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારે ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થયો હતો. ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટને પણ અસર થઈ રહી છે. અનેક ફ્લાઈટને ડાઈવર્ટ કરાઈ હતી.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હી સહિત રાજસ્થાન, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આજે દિલ્હી-એનસીઆરમાં સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જારદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાં અને ઘેરા વાદળોને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જારદાર પવન સાથે વરસાદને કારણે ફ્લાઈટ્સને પણ અસર થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
દિલ્હી, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામ સહિત એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારથી વાતાવરણાં અચાનક પલટો આવી ગયો હતો અને ભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. દિલ્હીના તાપમાનની વાત કરીએ તો આજે મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સુધી જઈ શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન ૨૨ ડિગ્રી થઈ શકે છે. જા દિલ્હીમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે તો ઘણા ભાગોમાં વરસાદ પડશે. આઈએમડી અનુસાર, દિલ્હી અને એનસીઆર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં ૪૦-૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવન ફૂંકાશે.