ઈસરોની વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ: ઈસરોએ કર્યું નેવિગેશન સેટેલાઈટ NVS-1 સફળતાપૂર્વક લોન્ચ..

  • 10:49 pm May 29, 2023

 

શ્રીહરિકોટા,

૨૨૩૨ કિલોના ઉપગ્રહે શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લાન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લાન્ચ વ્હીકલની મદદથી ઉડાન ભરી

પૃથ્વીથી લઈને અંતરિક્ષ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી છે. સોમવારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે, ઈસરોએ નેવિગેશન સેટેલાઈટ એનવીએસ-૧ સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સ્પેસક્રાફ્ટ નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન સીરિઝનો એક ભાગ છે. ઈસરોઆના દ્વારા મોનિટરિંગ અને નેવિગેશનના ક્ષેત્રમાં ક્ષમતા વધારવા માંગે છે. ૨૨૩૨ કિલોગ્રામનો ઉપગ્રહ (જીએસએલવી) શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં બીજા લાન્ચ પેડથી જિયોસિંક્રોનસ સેટેલાઈટ લાન્ચ વ્હીકલની મદદથી ઉડાન ભરી હતી.

તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ગુગલમેપ કે એપલમેપનો ઉપયોગ તો કરતા જ હશો. તેને ગ્લોબલ પોજિશનિંગ સિસ્ટમ (જીપીએસ) કહેવાય છે, જે એક મફત સેવા છે. આ અમેરિકી સરકાર દ્વારા ઑર્બિટમાં ઉપગ્રહોની એક સીરીઝ મારફતે પ્રદાન કરવામાં આવે છે. હકીકતમાં, એનએવીઆઈસી, જીપીએસને ભારતનો જવાબ છે. એનએવીઆઈસીઈસરો દ્વારા વિકસિત એક પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જે ભ્રમણકક્ષામાં સાત ઉપગ્રહોનો એક સમૂહ છે, જે ગ્રાઉન્ડ સ્ટેશનો સાથે મળીને કામ કરે છે. આ નેટવર્ક સામાન્ય ઉપયોગકર્તાઓ અને સામરિક ઉપયોગકર્તાઓ એટલે સશ† દળો બંન્ને માટે નૌવહન સેવાઓ પ્રદાન કરે છે.

સારી સ્થિતિ, નેવિગેશન અને ટાઈમિંગ માટે દેશમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રણાલી વિકસિત કરવામાં આવી છે. તેના નેટવર્કમાં આખા ભારત અને ભારતીય સરહદથી ૧૫૦૦ કિમી સુધીના વિસ્તાર સામેલ છે. તેને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે, સિગ્નલ ૨૦ મીટર કરતાં વધુ સારી રીતે યુઝર પોઝિશનની ચોક્સાઈ અને ૫૦ નેનોસેકન્ડ કરતાં વધુ સારી સમયની ચોકસાઈ પ્રદાન કરવા માટે રચાયેલા છે. સિસ્ટમનો ઉપયોગ ભૂમિગત, હવાઈ અને દરિયાઈ પરિવહન, લોકેશન-આધારિત સેવાઓ, વ્યક્તિગત ગતિશીલતા, સંસાધન દેખરેખ, સર્વેક્ષણ અને ભૂગણિત, વૈજ્ઞાનિક અનુસંધાન, સમય પ્રસાર અને જીવન સલામતી ચેતવણીના પ્રસારમાં કરવામાં આવે છે.

ઈસરોની આ એનએવીઆઈસીસીરિઝની ઉડાન છે. આ ઉપગ્રહ દેશની નેવિગેશન ક્ષમતાઓમાં વધારો કરશે. આનાથઈ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે નેવિગેશન પ્રણાવી વધુ સટીક બનશે. અંતરિક્ષ એજન્સીના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિક પહેલાં તારીખ અને સ્થળ નિર્ધારિત કરવા માટે આયત કરવામાં આવેલી રુબિડિયમ પરમાણુ ઘડીયાળનો ઉપયોગ કરતા હતા.

હવે ઉપગ્રહમાં અમદાવાદ સ્થિત અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર દ્વારા વિકસિત રુબિડિયમ પરમાણુ ઘડીયાળ પણ લાગેલી છે. આ એક મહત્વપૂર્ણ ટેકનોલોજી છે કે કેટલાંક દેશો પાસે જ છે. ઈસરોએ કહ્યું કે, સોમવારે મિશનવ સ્વદેશી ક્રાયોજાનિક ચરણની સાથે જીએસએલવીનું છઠ્ઠુ પરિચાલન ઉડાન છે. એક મહિાની અંદર ઈસરોની આ બીજી અને વર્ષની પાંચમી ઉડાન છે. આ પહેલાં ઈસરોએ એપ્રિલ મહિનામાં પીએસએલવીનું સફળ લોન્ચિંગ કર્યુ હતુ. આ રોકેટ પોતાની સાથે સિંગાપુરના બે ઉપગ્રહોને લઈને ગયું હતું.