ધંધુકા અને ધોલેરા તાલુકામાં વિશ્વ યોગ દિવસની વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરાઈ

  • 9:26 pm June 21, 2023
રાજેશ પરીખ

 

અમદાવાદ જીલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકામાં ૨૧મી જુન ૨૦૨૩ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. યોગ કાર્યક્રમમાં પદાધિકારીઓ, કાર્યકરો, આગેવાનો ઉપરાંત અધિકારીઓ, કર્મચારીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમદેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસતમાં સામેલ કરેલ છે અને તા. ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. દુનિયાના દેશો તેની ઉજવણી કરે છે ત્યારે ભારત સરકારે યોગવિદ્યા મૂળભૂમિ ભારતમાં પણ તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે ત્યારે અમદાવાદ જીલ્લાનાં ધંધુકા અને ધોલેરા તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાએ તેમજ ધંધુકા નગરપાલિકા કક્ષાનો યોગનો કાર્યક્રમ સફળતા પૂર્વક યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારનાં સંયુક્ત સચિવ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તાલુકા કક્ષાએ અને શહેરી કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ વિશ્વ યોગ દિવસની તા. ૨૧ જુનના રોજ ઉજવણી કરવાનું નક્કી કરેલ. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ધંધુકા તાલુકા કક્ષાનો કાર્યક્રમ ધંધુકા કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તથા ધંધુકા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્યામઘાટ શાળા સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો. 

તદઉપરાંત અમદાવાદ ડી.આર.ડી.એ દ્વારા અમદાવાદ જીલ્લા પંચાયત સિંચાની ધંધુકા સ્થિત કચેરી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બનાવેલ અમૃત સરોવર ધંધુકા તાલુકાના જીંજર, છશીયાણા, ધોળી, પડાણા, જસ્કા, રંગપુર, આકરૃ, રતનપ્ર પચ્છમ તથા ધોલેરાના રાહતળાવ અને ગાંફ ગામે યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં સિંચાઈના ઈજનેરો, જે તે ગામના તલાટી, પ્રા.શાળાના આચાર્યો, શિક્ષકો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, નાગરીકો જોડાયા હતા.

ધંધુકા ખાતે કીકાણી કોલેજમાં યોજાયેલ યોગ કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય, એ.પી.એમ.સી.ના ચેરમેન, ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ તથા ધંધુકા મહેસુલ નાયબ મામલતદાર, કીકાણી કોલેજનાં પ્રિન્સીપાલ, ડી.એ. વિદ્યા મંદિરના પ્રિન્સીપાલ, મોર્ડન હાઈસ્કુલના પ્રિન્સીપાલ, સમર્પણ હાઈસ્કુલનાં પ્રિન્સીપાલ સહિત છાત્રો, નાગરીકો જોડાયા હતા. ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં યોગના કાર્યક્રમોમાં જે તે શાળાના આચાર્ય, સ્ટાફ, તલાટી, સરપંચ અને સભ્યો અને નાગરીકો જોડાયા હતા.

ધંધુકા શ્યામઘાટ સંકુલ ખાતે ધંધુકા નગરપાલિકા કક્ષાનો યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ધંધુકાનાં પૂર્વ ધારાસભ્ય, ચિફ ઓફીસર, પૂર્વ પ્રમુખ, પૂર્વ કારોબારી ચેરમેન, ધંધુકા શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, તથા પૂર્વ સભ્ય સહિતના સભ્યો, ભાજપ આગેવાન, તથા સુધરાઈનો તમામ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તથા શ્યામઘાટ શાળા સંકુલના આચાર્ય તથા સ્ટાફ ઉપરાંત બી.આર.સી. જોડાયા હતા.