ધોલેરા તાલુકાના કામાતળાવના યુવકને બોલેરોથી અડફેટે લઈ મારી નાખવા પ્રયાસ..

  • 8:33 pm June 22, 2023
રાજેશ પરીખ

 

 

અમદાવાદ,

અમદાવાદ જીલ્લાના ધોલેરા તાલુકાના આંબળી ગામે એક્સપ્રેસ વેના રોડમાં માટી પુરાણનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર અને તેના ડ્રાઈવરે કામાતળાવના યુવાનને બોલેરોથી ટક્કર મારી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે ઘટનામાં યુવાનને હાડકા, થાપા અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કોન્ટ્રાક્ટર અને તેના ડ્રાઈવર સામે ઈજાગ્રસ્તે જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી ઘટના સંદર્ભે ઉપલબ્ધ વિગત અનુસાર ધોલેરાના કામાતળાવ ગામે રહેતા નિકુલભાઈ રમેશભાઈ બારૈયા (ઉ.વ.૧૯) અને તેમના દાદાનો દિકરો રાકેશ ઉર્ફે કાળુ વસંતભાઈ બારૈયા ગત તા.૧૯-૬ના રાત્રિના એક્ટીવા લઈ તેમના મોટા બહેનના ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે આંબળી ગામ નજીક કામાતળાવ-આંબળી રોડ પર એક્સપ્રેસ હાઈવે રોડનું માટીકામ ચાલતું હોય, ત્યારે સામેથી આવી રહેલ ડમ્પરમાં લાઈટની ડિપર ધીમી રાખવા બાબતે ચાલકને કહેતા શખ્સે અને ભાઈને ગાળો દઈ ડમ્પર લઈ આંબળી તરફ જતો રહ્યો હતો. આ સમયે બોલેરો કેમ્પર લઈને આવતો કોન્ટ્રાક્ટર શ્રીરામ અને તેનો ડ્રાઈવર લક્ષ્મણને ડ્રાઈવરે વાત કરતા બન્ને શખ્સ તે બાબતી દાઝ રાખી યુવાનને જાનથી મારી નાંખવાના ઈરાદે બોલેરો કૈમ્પર ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી યુવાનને ટક્કર મારી જમણા ફરિયાદ નોંધાવી હતી. સાથળનું ભાંગી નાંખી, થાપાના ભાગે ફ્રેક્ચર કરી અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચાડી લોહિયાળ હુમલો કર્યો હતો. જે બનાવ અંગે નિકુલભાઈ બારૈયાએ કોન્ટ્રાક્ટર શ્રીરામ અને ડ્રાઈવર લક્ષ્મણ સામે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનિય છે કે, કોન્ટ્રાક્ટર શ્રીરામ વીરમારામ જાટે તેમના ભાઈ અને ડ્રાઈવર ઉપર ૫૦ શખ્સોએ હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી આગચંપી કરવામાં આવી હોવાની ધોલેરા પોલીસમાં ગઈકાલે  ફરિયાદ નોંધાવી હતી.