અમદાવાદના ગાર્ડનમાં પણ ભ્રષ્ટાચાર ? વરસાદ પડતાં જ પોલ ખૂલી

  • 8:39 pm July 4, 2023
રાજેશ પરીખ

 

 

અમદાવાદ,

અમદાવાદમાં ચોમાસા દરમિયાન રોડ-રસ્તા ધોવાઈ જાય એ તો ઠીક છે.હવે તો ગાર્ડનના વોક વેનું પણ ધોવાણ થઈ રહ્યું છે.ત્યારે કોર્પોરેટરે અનેક આક્ષેપ કર્યા છે. પ્રણવ પટેલ,અમદાવાદ: શહેરમાં ભારે વરસાદ થાય કે પછી સામાન્ય વરસાદ રસ્તાઓ ચોક્કસ ધોવાઈ જાય છે. ત્યારે રસ્તાઓ પર જાણે ચંદ્ર ગ્રહના દશ્યો હોય તેમ રોડના ખાડા પડી જાય છે. આ વાત તો તમે હંમેશા જોઈ હશે પણ હવે અમદાવાદ શહેરમાં પોષ વિસ્તારમાં આવેલા ગાર્ડનની પણ આ જ સ્થિતિ  જોવા મળી છે.ગાર્ડન બનેલા સિન્થેટીક ગાર્ડનનો વોક વે ટ્રેકમાં જ પોપડાં ખરી પડયાં છે.

અમદાવાદનું મકરબા ગાર્ડન હજુ તો તૈયાર થયું તેને માત્ર વર્ષ થયું છે. પરંતુ એક વર્ષમાં જ ગાર્ડનનો સિન્થેટીક વોક-વે જ ધોવાણ થઈ ગયો છે.વોક વે પર બનેલા સિન્થેટીક ટ્રેક એટલી હદે હલકી ગુણવત્તાનો બન્યો છે.કે, માત્ર પોપડાં જ બહાર નીકળી ગયા છે. ટ્રેકની સાઈટ તો આખો ટ્રેક માત્ર જાણે કહેવા ખાતર પાથરી દીધો હોય તેમ લાગે છે.જ્યાં હાથ નાખો અને આખો ટ્રેકના પોપડાં હાથમાં આવી જાય છે. 

રોડ-રસ્તા પર ગાબડાં પડે હવે વોક વે ટ્રેકમાં પણ પોપડાં ઉખાડવા લાગ્યા છે. સિન્થેટીક વોક વે ટ્રેક પર હલકી ગુણવતા મટીરીયલ  વપરાયું હોવાનો આરોપ સ્થાનિક કોર્પોરેટર હાજીભાઈએ લગાવ્યો છે.રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે ગાર્ડન બન્યું હતું.  હજુ તો એક વર્ષ થયું અને ગાર્ડનમાં પોપડાં ઉખાડવા લાગ્યા છે. એએમસી રજૂઆત કરી છે કે,ટ્રેક ફરી બનાવવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરીએ છીએ. 

એક વર્ષ પહેલાં બનેલા ગાર્ડનનો વોક વે ટ્રેક જ ઉખડી ગયો છે. મકરબા ગાર્ડન સાડા પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.હજુ તો ૨૦૨૨માં મકરબા ગાર્ડન લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.ત્યાં ટ્રેક પર ૨૦ થી વધુ પોપડાં ઉખાડયાં છે. કોન્ટ્રાકટરે ટ્રેક બનાવટી વખતે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોય તેવું લાગી રહ્યું છે. 

ટ્રેક બનાવવામાં એટલી હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયો છે કે, રિપોર્ટરે હાથ અડાડયો ત્યાં ટ્રેકના પોપડાં ઊખડયાં  હતા. ટ્રેક બનાવતી વખતે માત્ર સિન્થેટીકનો ઉપરછલ્લો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સિન્થેટીક ટ્રેક બનાવતી વખતે જમીન પર કોઈપણ પ્રકારનું કેમિકલ નથી નાંખવામાં આવ્યું. જેથી ટ્રેક યોગ્ય રીતે ચોંટયો નથી. 

આ અંગે રિક્રેએશન કમિટીના ચેરમેન રાજેશભાઈ દવે સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે, ‘ આ અંગે હજુ કોઈ માહિતી મળી નથી,જો ધ્યાન પર આવશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.