યુવકના આપઘાતના ૩ મહિને સાસરિયાઓની ધરપકડ

  • 8:40 pm July 4, 2023
રાજેશ પરીખ

 

અમદાવાદ,

સરખેજ પોલીસે સાસુ-સસરા સહિત ૯ ની ધરપકડ કરી, ગર્ભવતી પત્નીને  HC ના વચગાળાના જામીન

સામાન્ય રીતે પુત્રવધૂ સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આપઘાતનું પગલું ભર્યાના અસંખ્ય કિસ્સાઓ સામે આવે છે. સમયાંતરે આવા કિસ્સા તો સાંભળવા મળતાં રહે છે. પરંતુ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો માર્ચમાં અક્ષય ચૌધરી નામના યુવકે સાસરિયા પક્ષના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું, જે મામલે પોલીસે એક બે નહીં,પરંતુ ૧૨ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ૯ લોકોની ધરપકડ કરી લીધી છે. જયારે આપઘાત કરી લેનાર યુવકની ગર્ભવતી પત્નીને હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી જમાઈએ માર્ચ મહિનામાં આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા મૃતક જમાઈએ મોબાઈલમાં એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં સાસરિયા પક્ષ વિરુદ્ધ કેટલાક ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા હતા. જે મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનો એ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સાસરિયા પક્ષના લોકો બે મહીના સુધી નાસ્તા ફરતા રહ્યા. પોલીસને બાતમીના આધારે વડોદરામાંથી ૧૨ પૈકી ૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતક અક્ષય ચૌધરી ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો. આપઘાત કરતા પહેલાં બનાવેલા વીડિયોમાં તેને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની સાસુ,સસરા સહિત મામા સસરા તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી.એટલું જ નહીં, પરંતુ તેના મમ્મી-પપ્પાથી અલગ કરીને ઘર જમાઈ બનવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત પૈસાની પણ માગણી કરવામાં આવતી હતી. જેથી અંતે કંટાળીને તેને આપઘાત કરવાની ફરજ પડી હતી.પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં તેના સાસુ,સસરા સહિત તેની પત્નીનો પણ સમાવેશ થાય છે.જો કે પત્ની ગર્ભવતી હોવાના કારણે હાઇકોર્ટ તરફથી વચગાળાના જામીન મેળવી લીધા છે.