સુબિરમાં સામુહિક શૌચાલય ગંદકીથી ખદબદી રહ્યું છે: શૌચાલયની દીવાલ ઉપરનું લખાણ સ્વચ્છ સુંદર, સામુહિક શૌચાલય શોભા સમાન..

  • 9:10 pm July 24, 2023
સુશીલ પવાર | ડાંગ

 

ડાંગ,

વિકાસ થયો છે ગાંડો જે વ્યાખ્યા સુબિર સ્થિત સામુહિક શૌચાલયને જોઈ કહી શકાય, તાલુકા લેવલનું ગામ જ્યાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસો આવેલ છે, અધિકારી- ચૂંટાયેલા નેતાઓ દરરોજ મુખ્ય માર્ગે પસાર થતા હોય છે પરંતુ "અપના કામ બનતા ફિર ભલે ગંદકી  મેં જાયે જનતા" ને પોતાનું સૂત્ર બનાવ્યું હોય એમ સામુહિક શૌચાલય જોઈને પ્રતીતિ થઈ રહ્યું છે. સુબિર ચાર રસ્તે સતત લોકોનું આવાગમન થતું રહે છે જ્યા લોકોની ભારે ભીડ થતી હોવાને કારણે મહિલાઓ માટે શૌચાલયનો ભારે પ્રશ્ન ઉદ્ધભવી રહ્યો છે , ગ્રામ પંચાયત ના સરપંચ પણ અંધ બની વિકાસમાં અવરોધ સમાન બન્યા છે.  મહિલા શશક્તિકરણના યુગમાં મહિલા સરપંચ ચૂંટાયેલા તાલુકાના કે ગ્રામ પંચાયતની મહિલા સરપંચને પણ આ ગંભીરતા દેખાતી નથી.. ક્યાંથી દેખાય સરપંચ મેડમ તો ઘરે બેસી રહે સંપૂર્ણ કારભાર તો પતિ મહાશયના તાબા હેઠળ થઈ રહ્યો છે, જે સુબિર તાલુકામાં ઘર ઘર શૌચાલય માત્ર કાગળ ઉપર જ હોય એ પતિ મહાશયને ક્યાંથી લોકોની તકલીફ નજરે પડશે!  જ્યાં સત્તાના સત્તાધીશોને વિકાસ આંધળો થવા લાગે તો જેને લઈ ડાંગ જિલ્લા બી ટી ટી એસ, ના પ્રમુખ નિલેશ ભાઈ ઝામરે દ્વારા નેતાઓ અને તાલુકા ના ખુરસી ઉપર બેસનાર અધિકારીને સૂચન કર્યું કે વિકાસની સરકારે ઘર ઘર શૌચાલયનું સ્વપ્ન તો લગભગ રૌન્દાયુ પરંતુ ગામ ઉપયોગી સામુહિક શૌચાલય ની દશા સુધારી સાફ સફાઈ કરવામાં આવે તો લોકો ને રાહત મળે , લોક ઉપયોગી શૌચાલયમાં નેતા અને અધિકારીઓ પણ જાય તો ખબર પડે કે ગામમાં શુ વિકાસ થયો છે જિલ્લા વહીવટી તંત્ર અને મુખ્ય ડાંગ કલેક્ટર આવી અનેક ચોપડે વિકાસના કટકી બાજ નહીં પરંતુ સ્પષ્ટપણે ચકાસણી કરતા કર્મચારીઓને તપાસના આદેશ આપી લોક સમસ્યાઓનું નિરાકરણ અને વિકાસના આદેશ આપે તો ગરીબ આદિવાસી લોકોને સરકારી સુવિધાઓનો લાભ મળે.