સોનગઢના માંડલ ગામે ફોન ચાર્જમાં મુકવા જતા યુવતીને કરંટ લાગ્યો, ૧૦૮ની ટીમે બચાવ્યો જીવ

  • 9:13 pm July 24, 2023
જબ્બાર પઠાણ | તાપી

 

તાપી,

સોનગઢ તાલુકાના માંડલ ગામની ૨૪વર્ષીય યુવતી સવારના ૮ કલાકની આજુબાજુ ફોન ચાર્જમાં મુકવા માટે સ્વીચ બોર્ડમાં ચાર્જર નાખવા જતા કરંટ લાગ્યો અને બેભાન થઇને નીચે પડી ગઈ હતી એવામાં તરત જ  કઈક પડવાનો અવાજ આવતા સાંભળીને તેની મોટી બેન ત્યાં પોહચી અને નાની બેનને બેભાન જોઈને ખબર પડી ગઈ કે તેને કરંટ લાગ્યો છે. એટલે તરત ૧૦૮ ને કોલ કર્યો હતો, તે કોલ માંડલ ગામની નજીક આવેલા ચોરવાડ લોકશનની ૧૦૮ એમ્બ્યુલન્સને લાગ્યો અને જણાવ્યું કે ફોન ચાર્જમાં મુકવા જતા કરંટ લાગ્યો છે અને બેભાન થઈ ગઈ છે. ૧૦૮ ના ઓન ડ્યુટી પાઇલોટ રાજેશ ગામીત અને ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન જેસલ આમલીયાર ઘટના સ્થળે તાત્કાલિક પોહચી અમદાવાદ હેડ ઓફિસ ના ડૉ.કૃષણા મેડમ ની સલાહ પ્રમાણે સારવાર આપી ૨૪વર્ષીય યુવતી નો જીવ બચાવ્યો,અને વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે ૨૪ વર્ષીય યવતીનો નો જીવ બચી ગયો. તાપી જીલ્લા ૧૦૮ ના  EME સર મયંક ચૌધરી અને પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર દ્વારા ચોરવાડ 108ના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું.