હળવદના દીઘડીયા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
- 9:14 pm July 24, 2023
અમિત વિંધાણી, હળવદ
મોરબી,
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા તથા હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જુગાર રમતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસવડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે હળવદના દીઘડીયા ગામે જાહેર રોડ પર જુગાર રમી રહેલા વાસુદેવભાઈ ભીખાભાઈ, મહેશભાઈ ઉર્ફે મુકેશભાઈ બાબુભાઈ, વાઘજીભાઈ દીપુભાઈ, રવિભાઈ રઘુભાઈ અને હિતેશભાઈ લાભુભાઈ બધા દિઘડીયા વાળાને રોકડા રૂપિયા ૯૭,૧૦૦ અને મોબાઈલ ફોન નંગ પાંચ જેની કિંમત ૧૧,૦૦૦ એમ કુલ મળી ૧,૦૮,૧૦૦ નો મુદ્દામાલ કબજે લઈ આરોપીઓ વિરુદ્ધ ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.